દેવભુમિ દ્વારકામાં કોરિડોર પ્રોજેક્ટ, ભગવાન કૃષ્ણની 108 ફુટ ઉંચી પ્રતિમા બનશે

હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાતના સાળંગપુરમાં હનુમાનની 54 ફુટ ઉંચી પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી હવે દ્વારકામાં ભગવાન કૃષ્ણની 108 ફુટ ફંચી પ્રતિમા બનવાની છે. હવે, દ્વારકામાં કોરિડોર પ્રોજેક્ટ આવતી જન્માષ્ટ્મીથી શરૂ થવાનો છે અને ભગવાન કૃષ્ણની 108 ફુટ ઉંચી પ્રતિમા બનવાની છે.

વારણસીના કાશી વિશ્વનાથ, ઉજ્જૈનના મહાકાલ લોક અને મથુરાના કોરિડોર બાદ હવે  ગુજરાતના દ્વારકામાં દેવભૂમિ કોરિડોર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર તેને પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવા જઈ રહી છે. ગુજરાતના સૌથી મોટા ધાર્મિક પ્રોજેક્ટથી માત્ર દ્વારકાની સૂરત જ નહીં, શિવરાજપુરના દરિયાઈ વિસ્તારને પણ ડેવલપ કરવામાં આવશે.

જાણવા મળેલી માહિતી મુજબ દ્વારકા-પોરબંદર-સોમનાથ લિંક પ્રોજેક્ટ પણ શરૂ થશે. પોરબંદર સુદામાનું જન્મસ્થળ છે, જ્યારે શ્રી કૃષ્ણએ સોમનાથ પાસે દેહ છોડ્યો હતો. દ્વારકાથી 13 કિલોમીટર દૂર શિવરાજપુર બીચ અને 23 કિલોમીટર દૂર આવેલા ઓખા બીચની સૂરત બદલવાની યોજના છે. દ્વારકા દેવભૂમિ કોરિડોરનું કામ 6-7 સપ્ટેમ્બર,જન્માષ્ટમી થી શરૂ થશે.

ઉજ્જૈનનામહાકાલ લોકની તર્જ પર દ્વારકાના દ્વારકાધીશ મંદિરથી બેટ દ્વારકા અને જ્યોતિર્લિંગ નાગેશ્વર સુધીના તમામ મંદિરોને જોડવામાં આવશે. જેમાં દ્વારકાધીશ મંદિર, રુક્મિણી-બલરામ મંદિર, સાંવલિયાજી મંદિર, ગોવર્ધનનાથ મંદિર, મહાપ્રભુ બેઠક, વાસુદેવ, હનુમાન મંદિરથી નારાયણ મંદિરનો સમાવેશ થાય છે.

ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ તૈયાર થઇ રહ્યો છે. આ 2320 મીટર લાંબા ફોર લેન બ્રિજને દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ કહેવામાં આવે છે. તેના પર 870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં એક ઐતિહાસિક વૃક્ષ છે. કહેવાય છે કે દુર્વાસા ઋષિએ અહીં તપસ્યા કરી હતી. આ વૃક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ગોપી તશાવનું પણ નવીનીકરણ કરવામાં આવશે. આ એ દૈવી સ્થાન છે જ્યાં મહાભારત પછી બધી ગોપીઓ એકસાથે સમાઇ ગઇ હતી. આ તળાવની માટીને ગોપી ચંદન કહેવામાં આવે છે.

બેટ દ્રારકા આઇલેન્ડને વૈશ્વિકસ્તરનો  બનાવવાની તૈયારી છે. પહેલા તબક્કામાં 138 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અહીં ઇકો ટૂરિઝન, વોટર સ્પોર્ટસ, મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, લેક ફ્રન્ટ, ડોલ્ફિનને જોવા માટેની ગેલેરી સહિત અનેક પ્રોજેક્ટ શરૂ થશે.દ્વારકા નગરીને જોવા એક ખાસ ગેલેરી બનાવવામાં આવશે.

ભગવાન દ્વારાકધીશની રૂપવાળી 108 ફુટની મૂર્તિ બનાવવામાં આવશે, જેને કૃષ્ણ ભગવાનની સૌથી ઉંચી મૂર્તિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મૂર્તિ ગોમતી કિનારે પંચકુઇ વિસ્તારમાં બનશે. જન્માષ્ટમીના દિવસે ભૂમિપુજન થશે. મૂર્તિ પર દ્વારકાનો  ઇતિહાસ, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્ત્વ દર્શાવવા માટે  સાઉન્ડ અને લાઇટ શો થશે.

શિવરાજપુર બીચને દેશના સર્વશ્રેષ્ઠ સમુદ્રી બીચ તરીકે ઓળખવામાં આવે છે. આ બીચને બ્લૂ ફલેગનું સન્માન પણ મળી ચૂક્યું છે. અહીં વોટર સ્પોર્ટસ ટેંટ સિટી, અરાઇવલ પ્લાઝા, સાયકલ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતના 55 કામો શરૂ કરી દેવામાં આવ્યા છે

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.