જંગલના રાજા ગુજરાતની શેરીમાં ટહેલવા નિકળ્યા, 8 સાવજના ટોળાથી ફફડાટ, જુઓ વીડિયો

PC: news18.com

તમે જંગલમાં ઘણા સિંહ જોયા હશે, પરંતુ જંગલના આ સાવજ જો રસ્તા પર ટહેલવા માંડે તો શું હાલત થાય?  એવિચાર માત્ર આત્મા કંપી ઉઠે છે. પરંતુ ગુજરાતનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં આઠ સિંહોનું ટોળું અડધી રાત્રે રસ્તા પર ફરતું જોવા મળે છે. લગભગ 45 સેકન્ડની આ ક્લિપ ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા (IFS સુશાંત નંદા) દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ તો એકલ દોકલ સિંહ ગામડાઓમાં કે મહોલ્લાઓમાં આંટાફેરા મારી જતા હોય છે, પરંતુ એક સાથે 8 સાવજો જ્યારે શેરીમાં ફરતા દેખાયા તો ભલભલાને પરસેવો છુટી જાય એવું આ દ્રશ્ય છે.

સુશાંત નંદાએ વીડિયો શેર કરીને સાથે લખ્યું છે કે, વધુ એક દિવસ, વધુ એક ગૌરવ.. ગુજરાતના રસ્તાઓ પર ચાલવું. CCTVમાં રેકોર્ડ થયેલા દ્રશ્યો આ ક્લીપમાં શેર કરવામાં આવ્યા છે. કોંક્રિટની વાડ અને સ્ટ્રીટ લાઇટ પરથી એવું લાગે છે કે આ ઘટના કોઈ શેરીની છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આઠ સિંહોનું ટોળું મહોલ્લામાં પ્રવેશ કરે છે. ત્યાં રસ્તા પર ચાલવા લાગે છે. ત્યાં સ્ટ્રીટ લાઇટ ચાલુ છે અને સદનસીબે રસ્તો સુમસામ છે અને કોઇ વ્યકિત દેખાતો નથી.

 હવે તમને થશે કે આ 8 સિંહ કયા વિસ્તારમાં ટહેલવા નિકળ્યા હતા? તો જાણવા મળેલી વિગત મુજબ આ વીડિયો અમરેલી ગામનો છે. ગામના લોકોને જયારે ખબર પડી કે 8-8 સિંહ ગામમાં આવ્યા હતા ત્યારે આખા ગામમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેમને એવો ડર છે કે આ સિંહ ફરી ગામમાં આવી શકે છે.

સુશાંત નંદાએ  15 ફેબ્રુઆરીએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો અને જોતજોતામાં વાયરલ થઇ ગયો હતો. અત્યાર સુધીમાં આ વીડિયો 4 લાખ લોકોએ જોઇ લીધો છે. 5,000થી વધારે લોકોએ લાઇક્સ કરી છે.700થી વધારે લોકોએ કમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે આ ગુજરાત છે, અહીં કઇં પણ સંભવ છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, ગીરના સિંહોને અન્ય ખસેડી દેવા જોઇએ, કારણકે અહીંની મહામારી આ પ્રાણીઓના પુરા જીન પૂલને નષ્ટ કરી શકે છે.

એક વ્યકિતએ વીડિયો શેર કરીને લખ્યુ કે, અહીં 750 સિંહ છે, 100-200 તો આમ તેમ ફરતા જ રહે છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે, આવો નજારો તો મેં  સપનામાં જોયો છે. જ્યારે જાગું છું તો એવું લાગે છે કે અમે એક શહેરમાં રહી રહ્યા છે જ્યાં જંગલી જાનવરો રસ્તા પર ફરી રહ્યા છે. ભૂલ તેમની નથી, આપણી છે, કારણકે આપણે તેમની જમીન પર ઇમારતો ઉભી કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp