
ગારિયાધારના ઠાસામાં રહેતી એક 27 વર્ષની યુવતીએ બે દિવસ પહેલાં પોતાના ઘરમાં માલસમાન રાખવાના રૂમમાં જઇને આપઘાત કરી લીધો હતો. યુવતીએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પોલીસને મળી છે જેમાં યુવતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સ્યુસાઇડ નોટમાં યુવતીએ લખ્યું છે કે પૂર્વ પ્રેમીએ ફોટો અને વીડિયો પરિવારને મોકલ્યા હતા અને બ્લેકમેલ કરતો હતો એટલે તેના ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી રહી છું. યુવતીએ લખ્યું છે કે સોરી પપ્પા મને માફ કરજો. યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધારના ઠાંસા ગામે પરિવાર સુતો હતો તેદરમિયાન રામજીભાઇ કાનાભાઇ ઘુસાણીની દિકરી રવિના પથારીમાં દેખાઇ નહોતી જેથી માતા-પિતાએ તેની ઘરમાં શોધખોળ કરતા માલસામાન રાખવાના રૂમમાં આપઘાત કરેલી હાલતમાં મળી હતી. રવિનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.
જેમાં આપઘાત કરનાર યુવતીએ લખ્યુ છે કે,હું રવિના કાનાણી લખું છું કે. હું આ આત્મહત્યા કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે, એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પેલા મારે જે કાઈ હતું એ મે ના પાડી દીધી હતી. મારી હવે તારી જોડે પૂરું. પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો અને ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધા સમજાવે છે. એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. એ રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે. અમાર બંનેના એ ફોટાથી બ્લેકમેલ કરે છે.
મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધુ સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરુ છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. એણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોય કોઈ સમજવા તૈયાર ની. સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં મારું વીડિયો રેકોર્ડિંગ, ફોટા એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેલ કરે છે. બીજી શેમાં આ બધુ હોય તે મને ખબર નથી. આ મારી જુબાની છે તો આ બધી વસ્તુ મારા ગયા પછી મટાડી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય.
સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp