રાજકોટ-જામનગર હાઇવે પર લગ્નમાં જતા કાર ટ્રકમાં ઘૂસી ગઇ, સાસૂ-જમાઈ-બાળકનું મોત

જામનગર-રાજકોટ હાઇવે પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જતા પરિવારનો અધવચ્ચે જ એકસ્માત થઇ ગયો છે. આ અકસ્માતની ઘટનામાં સાસુ, જમાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે જામનગરની G.G. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક બાળકનું મોત થઇ ગયું. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

રિપોર્ટ મુજબ, જામનગરનો પરિવાર હોન્ડા સિટી કારમાં મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ જાયવા ગામ પાટિયા પાસે આવેલી આશાપુરા હૉટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ભરાઇ ગઇ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે ટ્રકની પાછળ કાર ભરાઇ જતા કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળ પર જ કારમાં સવાર પાંચમાંથી બે લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક બાળકનું મોત થઇ ગયું છે.

રિપોર્ટ મુજબ, મૃતકોમાં સાસુ, જમાઇ અને એક બાળક સામેલ છે. જ્યારે એક બાળકો અને એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના કારણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શબગૃહમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુરુવારે રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટિલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઇને કારખાનાની દીવાલમાં ભરાઇ ગઇ હતી. જો કે, જાનૈયાઓને કોઇ ઇજા થઇ નહોતી. જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઇને વિસાવદર તરફ જતા બસ ચાલકે નિયંત્રણ ગુમાવી દેતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને કારણે બેકાબૂ બનેલી બસે એક નોનવેજની લારીને અડફેટે લેતા કારખાનાની દીવાલમાં ભરાઇ ગઇ હતી. બસમાં બેસેલા 15-20 જાનૈયાઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ટ્રાવેલ્સની બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક બે મહિના અગાઉ પણ ભયંકર અકસ્માત થયો હતો. પૂરપાટઝડપે આવતી કાર રસ્તા પરથી ઉતરી જતા કારમાં સવાર ચારમાંથી એક બાળક સહિત બે લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.