બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેનમાં ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

રાજ્ય સહિત દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે અનેક જગ્યાએ આગના બનાવો બનતા હોય છે. આવી જ એક ઘટના બોટાદમાં સામે આવી છે. બોટાદમાં આવેલા રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બોટાદ રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ડેમુ ટ્રેનમાં એકાએક આગની ઘટના બની છે. જોતજોતામાં આગ ટ્રેનના તમામ ડબ્બાઓમાં પ્રસરી જતા સ્ટેશન પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનના એક ડબ્બામાં લાગેલી આગે વિકારળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેનના બધા જ ડબ્બાઓને લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાને પગલે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, બોટાદથી સુરેન્દ્ર નગર જઈ રહેલી અને બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ઊભી રહેલી ડેમુ ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્ર નગર જવા માટે સાંજ 6 વાગ્યે ઉપડે છે. જોકે, ટ્રેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. આગની ઘટનાની જાણ થતા જ લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા હતા.

બોટાદ-ધાંગ્રધ્રા ટ્રેનમાં એકાએક આગ ફાટી નીકળતા સ્ટેશન પર હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. એક ડબ્બામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આશરે ત્રણ ડબ્બાઓને આગની ચપેટમાં લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થવાના સમાચાર નથી. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. 30 જેટલા લાશ્કરોએ 3 ફાયર ગાડી સાથે સ્ટેશન પર પહોંચી આગ હોલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવાના સમાચાર નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.