બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેનમાં ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

PC: gstv.in

રાજ્ય સહિત દેશભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે અનેક જગ્યાએ આગના બનાવો બનતા હોય છે. આવી જ એક ઘટના બોટાદમાં સામે આવી છે. બોટાદમાં આવેલા રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બોટાદ રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ડેમુ ટ્રેનમાં એકાએક આગની ઘટના બની છે. જોતજોતામાં આગ ટ્રેનના તમામ ડબ્બાઓમાં પ્રસરી જતા સ્ટેશન પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનના એક ડબ્બામાં લાગેલી આગે વિકારળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેનના બધા જ ડબ્બાઓને લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાને પગલે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોમાં ભાગદોડ મચી જવા પામી હતી અને ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, બોટાદથી સુરેન્દ્ર નગર જઈ રહેલી અને બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ઊભી રહેલી ડેમુ ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્ર નગર જવા માટે સાંજ 6 વાગ્યે ઉપડે છે. જોકે, ટ્રેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. આગની ઘટનાની જાણ થતા જ લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા હતા.

બોટાદ-ધાંગ્રધ્રા ટ્રેનમાં એકાએક આગ ફાટી નીકળતા સ્ટેશન પર હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. એક ડબ્બામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આશરે ત્રણ ડબ્બાઓને આગની ચપેટમાં લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થવાના સમાચાર નથી. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. 30 જેટલા લાશ્કરોએ 3 ફાયર ગાડી સાથે સ્ટેશન પર પહોંચી આગ હોલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવાના સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp