પ્રેમમાં દગો મળ્યા બાદ વાંકાનેરની યુવતીએ જીવન ટૂંકાવ્યું

મોરબીના વાંકાનેરમાં એક યુવતીને પ્રેમમાં દગો મળતા યુવતીએ આત્મહત્યા કરી છે. આરોપી યુવકે યુવતીને પોતાની જાતિનો હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જ્યારે યુવક બીજી જાતિનો હોવાના કારણે યુવતીએ આપઘાત કરી લીધો. આ સમગ્ર મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો મોરબીના વાંકાનેરમાં સિંધાવદર રોડ પર આવેલી દૂધની ડેરીની સામે આવેલા એક રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં 21 વર્ષની યુવતીની લાશ મળી આવી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જો કે આ મામલે મૃતક યુવતીના માતા-પિતાએ અમરસર ગામના વાતની સમીર બાલોચ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પરિવારજનોએ આ મામલે સમીર બાલોચ પર આક્ષેપો કર્યા હતા કે, આરોપીએ તેમની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જો કે યુવતીને થોડા સમય પહેલા આરોપી મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે યુવતીએ આરોપી સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. સંબંધ તોડ્યા પછી પણ આરોપી યુવતીને વારંવાર સંબંધ રાખવા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ સાથે જ પરિવારજનોએ યુવતીનું અપહરણ કરીને યુવતીની હત્યા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

પરિવારના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ છોકરાએ બેથી ત્રણ મહિના પહેલા પોતે હિન્દુ હોવાનું કહીને અમારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી પછી જ્યારે એ મુસ્લિમ હોવાની અમને ખબર પડી ત્યારે અમે યુવકને કહી દીધું કે તું આ રસ્તે હવે આવતો નહીં. પછી બે મહિના પછી મારા દીકરાને એ યુવકે મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે મૃતક યુવતીના પિતાની ફરીયાદના આધારે આરોપી સમીર બાલોચની ધરપકડ છે.

પોલીસે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આરોપી દલિત હોવાનું ખોટું કહીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીને જ્યારે યુવક મુસ્લિમ હોવાનું જાણવા મળતા યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાંખ્યો હતો પરંતુ આરોપી યુવતીને માનસિક ત્રાસ હોવાથી યુવતીએ કંટાળીને અંતે આ પગલું ભર્યું હોવાની માહિતી મળી રહી છે. આ અનુસંધાને અમે 306 અને એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરી આરોપી સમીર બાલોચની ધરપકડ કરવામાં આવી છે.

About The Author

Top News

મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’

કેરળના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદના એક નિવેદને નવી બહેસ છેડી દીધી છે. કોચીમાં આયોજિત 'હબ્બુલ રસૂલ' કોન્નફ્રન્સમાં...
National 
મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’

અભિજીત દીપકેની 5 સપ્ટેમ્બરની રેલી પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો, CJIએ કહ્યું- એવું કોઈ કારણ નથી કે...

સુપ્રીમ કોર્ટે અભિજીત દિપકેના નેતૃત્વ હેઠળ CJP (કોકરોચ જનતા પાર્ટી)ની 5 સપ્ટેમ્બરની રેલીને પણ મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે...
National 
અભિજીત દીપકેની 5 સપ્ટેમ્બરની રેલી પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો, CJIએ કહ્યું- એવું કોઈ કારણ નથી કે...

સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિથી કંટાળીને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- નોટિસ નહીં કાર્યવાહી કરો

સુરત સરથાણા ઝોનમાં સ્થાનિક રહેવાસીઓનો રોષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે તેનું કારણ છે રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી...
Gujarat 
સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિથી કંટાળીને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- નોટિસ નહીં કાર્યવાહી કરો

દલિતો માટે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી વિરુદ્ધ જ દલિત વિરોધી કેસ કરી હલ્દ્વાનીમાં FIR

ઉત્તરાખંડના હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમુદાયના...
Politics 
દલિતો માટે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી વિરુદ્ધ જ દલિત વિરોધી કેસ કરી હલ્દ્વાનીમાં FIR

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.