બિપરજોય’ વાવાઝોડાનું સૌથી વધારે જોખમ આ તારીખે ગુજરાતમાં જોવા મળશે: IMD

PC: thehansindia.com

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ ડોકટર મૃત્યંજય મહાપાત્રએ રવિવારે સાંજે બિપરજોય ચક્રવાતને લઇને મહત્ત્વનું અપડેટ આપ્યું છે.  તેમણે કહ્યું છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' 15મી જૂને બપોરના સુમારે અથવા બપોર પહેલા સૌરાષ્ટ્ર અને જિલ્લા કચ્છને પાર કરે તેવી શક્યતા છે. જે દિવસે તે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરે તે દિવસે લોકોએ સલામત સ્થળોએ રહેવું જોઈએ. લોકો ઘરની બહાર ન નિકળે. ડો. મહાપાત્રએ કહ્યું છે કે 15 જૂને જ્યારે વાવાઝોડું કચ્છના દરિયા કાંઠેથી પસાર થશે ત્યારે કચ્છ, જામનગર, દ્રારકા, મોરબીમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારના લોકોને પહેલેથી ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના ડિરેકટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રાએ બિપરજોય વાવાઝોડા પર અપડેટ આપતા કહ્યું છે કે આ વાવાઝોડું અત્યારે પોરબંદરથી 450 કિ.મી દુર દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીત છે. અમારી ધારણા છે કે તે ઉત્તરની દિશા તરફ આગળ વધશે. 15મી જૂન બપોરે અથવા બપોર પહેલા બિપરજોય વાવાઝોડું કચ્છ વિસ્તારના દરિયા કિનારેથી પસાર થશે. મતલબ કે કરાંચીથી માંડવીની વચ્ચે કચ્છ જિલ્લાના દરિયાને પાર કરશે.

ડો. મહાપાત્રાએ કહ્યું કે, જ્યારે 15 જૂને બિપરજોય વાવાઝોડું દરિયાની નજીક આવશે ત્યારે તેની પવનની ઝડપ ઘટીને 125થી 135 કિ.મીની હશે જે વધીને 150 કિ.મી સુધી જઇ શકે છે. આ પવનની ગતિનો મતલબ એ થાય છે કે વેરી સિરયસલી સાયક્લોન સ્ટ્રોમ આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે દરિયો અત્યારે અશાંત છે અને પવનની ગતિ 160-170 કિ.મી વચ્ચેની છે.  શિપ્સ ઓફશોર ઓપરેશન, માછીમારો અને દરિયાકાંઠે વસ્તા લોકો માટે મોટું જોખમ છે. અમે 15 જૂન સુધી દરિયા નહીં ખેડવા માટે માછીમારોને ચેતવણી આપેલી છે. 15 જૂન સુધી કોઇ પણ વ્યકિતકે માછીમારો ઉત્તર અરબ સાગર અને કેન્દ્રીય અરબ સાગરમાં ન જાય. તેમણે કહ્યું કે, જે લોકો હજુ દરિયાકાંઠા વિસ્તારમાં છે તે સલામત સ્થળે ચાલ્યા જાય,કારણ કે વાવાઝોડીની ગંભીરતા વધારે છે.

ડો. મહાપાત્રએ કહ્યું કે, જ્યારે 15 જૂને વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા પરથી પસાર થશે ત્યારે એકસ્ટ્રીમલી હેવી રેઇન ફોલ થશે. લગભગ 20CM. જેટલો વરસાદ પડશે. ખાસ કરીને કચ્છ ડિસ્ટ્રીક્ટ, જામનગર, દ્રારકા, મોરબીને ભારે અસર થશે. જ્યારે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી પસાર થશે ત્યારે સમુદ્ધી લહેર પણ આવે છે જે સામાન્ય કરતા 2થી 3 સેન્ટિમીટર વધારે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp