ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય એવું તે શું કહ્યું કે, ફરી ચર્ચામાં આવી ગયા

ગુજરાત કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાં ફરી એકવાર ચર્ચામાં છે. સોમનાથમાં આયોજિત કોળી સમાજના મહાસંમેલનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાંએ કહ્યુ કે હું માત્ર કોંગ્રેસ પાર્ટીનો બનીને રહેવા માંગતો નથી. ચુડાસમાએ કહ્યુ કે હું સમાજના દીકરા તરીકે રાજકારણમાં આવ્યો હતો અને રાજનેતા તરીકે નહીં પરંતુ સમાજના દીકરાના રૂપમાં રહેવા માંગું છું.

ચુડાસમા આટલેથી અટક્યા નહીં તેમણે કહ્યું કે કોંગ્રેસ-ભાજપ હોય કે પછી કોઇ ત્રીજી પાર્ટી હોવાને કારણે સમાજને નુકશાન થાય છે. એટલે હું માત્ર કોંગ્રેસ પાર્ટીનો રહેવાને બદલે કોળી સમાજનો તરીકે રહેવા માંગુ છું. ચુડાસમાએ કહ્યું કે દાદા સોમનાથ મને શક્તિ આપે, હું હંમેશા સમાજના લોકો માટે લડતો રહું. છેલ્લા બે વખતથી ગીર સોમનાથની બેઠક કોંગ્રેસનો કબજો છે. 2007 અને 2012માં ભાજપે જીત મેળવી હતી, તે પહેલા 2002માં કોંગ્રેસ જીતી હતી. વિમલ ચુડાસમા આ વખતે માત્ર 922 મતથી જીત્યા હતા.

ગીર સોમનાથથી બીજી વખત ધારાસભ્ય બનેલા વિમલ ચુડાસમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં   એ વખતે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. ચુડાસમાએ  PM મોદીને ભાવનગરથી સોમનાથ રોડ માર્ગે જવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજમાર્ગ અધૂરો છે અને નિર્માણ કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તે વખતે ચુડાસમાએ દાવો કર્યો હતો કે મેં હાઇવે મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો હતો, પરંતુ કોઇ પણ પગલાં લેવાયા નહોતા.

વિમલ ચુડાસમાં આ પહેલાં માર્ચ 2021માં ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેઓ ટી-શર્ટ પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. તે વખતે તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ગૃહમાંથી કાઢી મુક્યા હતા.તે વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખાસ્સો હંગામો થયો હતો. આમ છતા ચુડાસમાં બીજા દિવસે ફરી ટી- શર્ટ પહેરીને જ વિધાનસભામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ટી-શર્ટ પહેરવામાં શું ખરાબી છે? તેમણે કહ્યું હતું કે મે તો ટી-શર્ટમાં જ ચૂંટણી પ્રચાર કર્યો હતો અને જીત મળી હતી.

42 વર્ષીના વિમલ ચુડાસમા કોંગ્રેસની ટિકિટ પર બીજી વખત સોમનાથથી જીત્યા હતા. મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા, ચુડાસમા કોળી જાતિના છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો જન્મ જૂનાગઢમાં થયો હતો.ચુડાસમાએ રાજકોટની કોલેજમાંથી બી.કોમ. કર્યું છે.<

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.