26th January selfie contest

‘આજે માતાજીએ આદેશ આપ્યો છે તમને બધાને મારવાના છે’ કહી અંધવિશ્વાસી પિતાએ..

PC: jagran.com

રાજકોટમાં એક રૂવાટા ઊભા કરી દે એવી ઘટના સામે આવી છે. વિજ્ઞાનના જમાનામાં કેવી રીતે આજે પણ ઘણા લોકો પર અંધવિશ્વાસ હાવી છે એ રાજકોટમાં જોવા મળ્યું. એક નેપાળી પરિવારના ચોકીદારે પોતાની પત્ની, દીકરા અને દીકરી પર નિર્દયી વાર કર્યો છે. અંધવિશ્વાસી પિતાએ છરાથી ત્રણેય પર હુમલો કર્યો. ત્યારબાદ ઇજાગ્રસ્ત દીકરીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. જ્યારે પત્ની અને દીકરાને ગંભીર હાલતમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બાળકોને દાખલ કરાવ્યાના થોડા સમય બાદ જ માસૂમ દીકરાએ પણ હૉસ્પિટલના બેડ પર જ દુનિયાને અલવિદા કહી દીધી. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, શહેરના ઇન્દિરા સર્કલ પાસે અજાણતા અપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરી રહેલા અને કામ કરનારી નેપાળી વ્યક્તિએ આ જીવલેણ ખેલ ખેલ્યો. પોલીસે જણાવ્યું કે, પ્રેમ સાહૂ નામના વ્યક્તિએ પોતાની પત્ની બસંતી સાહૂ (ઉંમર 25 વર્ષ), દીકરો નિયત સાહૂ (ઉંમર 4 વર્ષ) અને દીકરી લક્ષ્મી સાહૂ (ઉંમર 3 મહિના) પર અંધવિશ્વાસના કારણે સવારે સવારે છરા વડે હુમલો કરી દીધો.

હુમલામાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત ત્રણેય માતા-પુત્ર અને દીકરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડ્યુટી પર ઉપસ્થિત ડૉક્ટરે માસૂમ છોકરી લક્ષ્મીને મૃત જાહેર કરી દીધી, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. ઘટનાની જાણકારી મળતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.બી. જાડેજા સહિતનો કાફલો હૉસ્પિટલ પહોંચ્યો, જ્યાં છોકરીના શબને પોસ્ટમોર્ટમ માટે શિફ્ટ કરી દેવામાં આવ્યું.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, હત્યાનો આરોપી પ્રેમ સહુ છેલ્લા 5 વર્ષની રાજકોટમાં રહે છે. તેણે આજે સવારે અંધવિશ્વાસમાં આ હત્યા કરી. તેણે પત્નીને કહ્યું કે, ‘આજે માતાજીએ આદેશ આપ્યો છે કે તમને બધાને મારવાના છે. ત્યારબાદ તેણે પરિવારના લોકો પર છરા વડે હુમલો કરી દીધો. જેમાં માસૂમ ભાઈ-બહેનનું મોત થઈ ગયું, જ્યારે તેની પત્ની બસંતી પણ ગંભીર હાલતમાં છે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પૂર્વે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં હોળીના પવિત્ર દિવસે સગાભાઈએ નાનાભાઈની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં શહેરના હાર્દ સમા સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં વર્ષોથી ફૂલોનો વ્યવસાય કરતા કાસમભાઈ શેખના પુત્રો સિકંદર અને હારુન વચ્ચે ઘણા સમયથી સામાન્ય માથાકૂટ થતી રહેતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp