રીબડાના માજી MLA અને ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનું નિધન

PC: vtvgujarati.com

સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું નામ ધરાવતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા મહિપત સિંહ જાડેજાનું આજે સવારે નિધન થતા ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી જોવા મળી હતી. ગોંડલના રીબડાના વતની એવા મહિપત સિંહ જાડેજાનું સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપત સિંહ જાડેજા સૌપ્રથમ વાર અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલથી ચૂંટાયા હતા. પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતોના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે જ તેમણે ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી હતી. મહિપતસિંહ જાડેજાSએ પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સાંભળતા જ રાજ્યના ક્ષત્રિય સમાજની સાથોસાથ અન્ય સમાજના લોકોમાં પણ શોક અને દુઃખની લાગણી જોવા મળી હતી. રીબડા ખાતે તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્ષત્રિય સમાજના અનેક અગ્રણીઓ જોડાયા હતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા મહિપત સિંહ જાડેજાએ પોતાના જીવતાં જ જગતિયું કરાવ્યું હતું. સામાન્યરીતે, કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ દાન-પૂર્ણ અને વિધી કાર્ય કરવામાં આવે છે પરંતુ, રીબડાના મહિપત સિંહ જાડેજાએ પોતાના જીવતા જ જગતિયું કરાવ્યું હતું. ક્ષત્રિય સમાજના અગ્રણી તેમજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય તેમજ અનિરુદ્ધ સિંહ જાડેજાના પિતા મહિપત સિંહ જાડેજાએ 24 મે, 2019ના રોજ પોતાના 83માં જન્મદિવસના અવસર પર મરસિયા ગવડાવ્યા હતા. તે માટે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાણીતા 12 જેટલા કવિઓએ મરસિયા ગાયા હતા. એટલું જ નહીં, વિવિધ સેવાકાર્યોમાં અગ્રેસર રહેતા મહિપત સિંહ જાડેજાએ 111 દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.

મહિપત સિંહ જાડેજા વિશે અનેક રસપ્રદ વાતો પ્રખ્યાત છે. ગરાસદારી ચળવળ દરમિયાન 1952માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમને એકવાર હદપાર પણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મહિપત સિંહે 1986ની સાલમાં સૌરાષ્ટ્રમાં આતંક મચાવનારી અને પોલીસની પણ ઊંઘ હરામ કરનારી ચડ્ડીબનિયાનધારી ગેંગના 16 લોકોમાંથી બેને પકડી પોલીસને હવાલે કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp