ગુજરાતના આ મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહ થયા, કોમી એકતાનું ઉદાહરણ જાણો

PC: sandesh.com

ગુજરાતના જુનાગઢમાં એક મસ્જિદને નોટીસના મુદ્દે જ્યાં  ભારે હંગામો મચી ગયો હતો અને હિંસા ફાટી નિકળી હતી એ જ જુનાગઢમાં  કોમી એકતાનું એક ઉદાહરણ પણ સામે આવ્યું છે. એક મુસ્લિમ કપલના નિકાહ હિંદુ મંદિરમાં કરવામાં આવ્યા, કુરાન પણ વાંચવમાં આવી અને ઇસ્લામિક રીતિરિવાજ પ્રમાણે નિકાહ થયા અને મહત્ત્વની વાત એ રહી કે કોઇ બબાલ પણ ન થઇ.જુનાગઢના આ મંદિરમાં અનેક લગ્નો થઇ ચૂક્યા છે, પરંતુ મુસ્લિમ કપલના નિકાહનો પ્રસંગ પહેલીવાર બન્યો છે. નિકાહ મંદિરમાં શું કામ કરવામાં આવ્યા તેનું કારણ પણ લગ્ન કરાવાનાર સંસ્થાએ કહ્યું છે.

ગુજરાતના જુનાગઢમાં દરગાહ વિવાદમાં થયેલી હિંસા બાદ હવે કોમી એકતાને મજબૂત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુગલે મંદિરમાં નિકાહ કર્યા. આ પ્રસંગે કાઝી પણ હાજર હતા. તેમણે આખા નિકાહ સંપન્ન કરાવ્યા હતા.મુસ્લિમ દંપતીએ મંદિરની અંદર ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ નિકાહ કર્યા હતા. જૂનાગઢમાં આ નિકાહ એવા સમયે થયા છે જ્યારે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી ગેબન શાહ પીરની દરગાહનો મામલો ગરમાયેલો છે. થોડા દિવસો પહેલા અહીં હિંસા પણ થઇ હતી.

મુસ્લિમ યુગલના જુનાગઢમાં આવેલા અખંડ રામનામ સંકીતર્ન મંદીરમાં નિકાહ થયા છે. મંદિરમાં નિકાહ સમયે મુસ્લિમ અને હિંદુ સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા. આ મંદિરમાં 24 કલાક રામધૂન વાગે છે. અત્યાર સુધીમાં આ મંદિરમાં અનેક લગ્નો થઇ ચૂક્યા છે, પરંતુ પહેલીવાર મુસ્લિમ કપલના નિકાહ થયા. આ મંદિરમાં ગોંડલમાં રહેતા અબ્દુલ કાદિર કુરેશીએ હીનાની સાથે મંદિરમં ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ નિકાહ કબુલ કર્યા અને નવી જિંદગીની શરૂઆત કરી.જુનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્રારા બંને ધર્મોના કુલ 1800 લગ્નો કરાવાયા છે.

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ કહ્યું કે, સાંપ્રદાયિક એકતા અને હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે ભાઇચારો વધે એવા આશયથી મુસ્લિમ કપલના નિકાહ અખંડ રામનામ સંકીર્તન મંદિરમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અનેક હિંદુ અને મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો.

મંદિરમાં નિકાહ કરાવનાર મૌલાના મોહમંદ જાવેદે કહ્યુ કે દેશમાં શાંતિ અને સદભાવ બની રહે અને લોકોને એવી શીખ મળે કે હિંદુ અને મુસ્લિમ એક છે. આનું ઉદાહરણ પુરુ પાડવા માટં મંદિરમાં નિકાહ રાખવામાં આવ્યા.નવયુગલને લોકોએ ભેટસોગાદ પણ આપી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp