અમરેલીમાં મુસ્લિમ ભાઈઓએ રામ મંદિરનું કર્યું પુર્નનિર્માણ, મોરારી બાપુએ કહી આ વાત

ગુજરાતમાં અમરેલી જિલ્લામાંથી સાંપ્રદાયિક સૌહાર્દની મિસાલ રજૂ કરનારી મુહિમ સામે આવી છે. જિલ્લાના તટીય વિસ્તારમાં સ્થિત રામ મંદિર મે, 2021માં આવેલા તૌકતે ચક્રવાતના કારણે નષ્ટ થઈ ગયુ હતું પરંતુ, બે વર્ષ બાદ આ મંદિર ફરીથી ભવ્ય રૂપમાં પાછુ આવ્યું છે. તેને ત્યાંના મુસ્લિમ સમાજે શક્ય બનાવ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની હાજરમાં આ મંદિરનું અનાવરણ કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના જર ગામમાં વર્ષો પહેલા એક રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તૌકતે તોફાનથી મંદિરને નુકસાન પહોંચ્યુ હતું પરંતુ, હવે આ મંદિરને ફરી રિપેર કરી દેવામાં આવ્યું છે. મંદિરના લોકાર્પણના અવસર પર સંત સમાજની હાજરી રહી તો આ પ્રસંગે BJP નેતા દિલીપ સંઘાણી અને કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ પણ હાજર રહ્યા.

તૌકતે ચક્રવાતમાં મંદિરને નુકસાન પહોંચવા પર ત્યાંના સ્થાનિક નિવાસી દાઉદભાઈ લલિયાના પરિવારે વર્ષો જૂના સૌહાર્દને આગળ વધારવાનો નિર્ણય કર્યો. તેને માટે દાઉદ ભાઈના પરિવારે મંદિરના પુર્નનિર્માણનો નિર્ણય લીધો સાથે જ તેના પરિસરના વિસ્તારનો પણ નિર્ણય લીધો જેથી, ગામના લોકો વચ્ચે રહેલા ભાઈચારાના વારસાને આગળ વધારી શકાય. તેના માટે વધુ જમીનની જરૂર પડી તો લલિયા પરિવારે તે જમીન પણ ડોનેટ કરી.

આ પ્રસંગે ત્યાં હાજર મોરારી બાપુએ કહ્યું હતું કે, સાંપ્રદાયિક એકતા આપણા દેશની સંસ્કૃતિનું અભિન્ન અંગ રહી છે. વચ્ચે-વચ્ચે આ પરંપરા પર દાગ લાગી ગયો હતો પરંતુ, દાઉદભાઈ જેવા લોકો પોતાના પુણ્ય કાર્યોથી આ દાગોને સાફ કરી રહ્યા છે.

લલિયા પરિવારે મંદિરમાં વિધિ વિધાનથી ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવ્યા બાદ આખા ગામના લોકોને ભોજનમાં બોલાવ્યા. જર ગામની કુલ આબાદી 1200 લોકોની છે. તેમા મુસ્લિમોની સંખ્યા 100ની આસપાસ છે. આ પ્રસંગે દાઉદભાઈએ કહ્યું, જરમાં અમે ક્યારેય એકબીજાને હિંદુ અને મુસ્લિમ નથી માન્યા. અમારા ગામમાં સાંપ્રદાયિક ભાઈચારો એક પરંપરા રહી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, ધાર્મિક માહોલ સારો રહ્યો છે અને આગળ પણ સારો બન્યો રહેશે. દાઉદભાઈએ કહ્યું કે, તેમનું સપનું હતું કે, મોરારી બાપુ મૂર્તિ સ્થાપના સમારોહમાં હાજર રહે. કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલની દીકરી મુમતાઝે કહ્યું કે, ભારતના ગામોમાં હજુ પણ સાંપ્રદાયિક સદ્ભાવ છે. આના કરતા વધુ સારા ભવિષ્યની આશા શું રાખી શકાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.