લગ્નના બંધનમાં બંધાવાનું હતું કપલ, હૉટલમાં લાગી આગ, ડોલીની જગ્યાએ ઉઠી અર્થી

PC: tv9hindi.com

મુંબઈની એક હૉટલમાં રવિવારે આગ લાગવાથી જીવ ગુમાવનારા અપ્રવાસી ભારતીય (NIR) કિશન હલાઈ અને તેની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયા મહારાષ્ટ્રની રાજધાનીથી રવાના થયા બાદ નેરોબી જઈને લગ્ન કરવાના હતા, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. આગ લાગવાની ઘટનામાં કિશન હલાઈ અને રૂપલ વેકરિયા સહિત 3 લોકોના મોત થઈ ગયા. કચ્છના માંડવી તાલુકાના રુપનગર ગામના સરપંચ સુરેશ કારાએ કહ્યું કે, કિશન અને રૂપલ, તેમની માતા અને બહેનની ઉડાણના સમયમાં બદલાવ બાદ સંબંધિત વિમાનન કંપનીએ ઉપનગર શાન્તાક્રૂઝમાં સ્થિત એક ચાર માલની ગેલેક્સી હૉટલમાં રોકાવાની વ્યવસ્થા કરી હતી.

કિશન હલાઈ અને રૂપલ વેકરિયાના પરિવારમાં રામપર ગામ સાથે સંબંધ ધરાવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રવિવારે બપોરે હૉટલના ત્રીજા માળ પર આગ લાગી ગઈ, જેમાં કિશન હલાઈ (ઉંમર 28 વર્ષ), રૂપલ વેકરિયા (ઉંમર 25 વર્ષ) અને અન્ય એક કાંતિલાલ વારા (ઉંમર 50 વર્ષ)નું મોત થઈ ગયું. ઘટનામાં રૂપલની માતા મંજુલાબેન (ઉંમર 49 વર્ષ), બહેન અલ્પા (ઉંમર 19 વર્ષ) અને અસલમ શેખ (ઉંમર 4 વર્ષ) ઇજાગ્રસ્ત થઈ ગયા. સરપંચ સુરેશ કારાના જણાવ્યા મુજબ, ઘણા વર્ષ અગાઉ વિદેશમાં વસવા છતા કિશન અને રૂપલના પરિવાર પોતાના જડ સાથે જોડાયેલો રહ્યો અને રામપર ગામમાં તેમના પૈતૃક મકાન આજે પણ ઉપસ્થિત છે.

તેમણે આગળ જણાવ્યું કે, કિશન અને રૂપલની સગાઈ થઈ ચૂકી હતી અને તેઓ નેરોબી પહોંચીને તાત્કાલિક લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા, જ્યાં તેઓ પોતાના માતા-પિતા અને ભાઈ બહેનો સાથે ઘણા વર્ષોથી રહેતા હતા. કિશન, રૂપલ અને તેના પરિવારમાં ગામમાં કિશનના નાના ભાઈના લગ્નમાં સામેલ થવા માટે લગભગ એક મહિના પહેલા ઘરે આવ્યા હતા. નેરોબી જવા માટે તેઓ બધા શનિવારે અમદાવાદથી મુંબઈ પહોંચ્યા. જ્યારે ઉડાણના સમયમાં બદલાવ થયો તો વિમાનન કંપનીએ તેમને શાન્તાક્રુઝ પાસે એક હૉટલમાં રાખ્યા, જ્યા રવિવારે આગ લાગી ગઈ.

કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ બપોરે લગભગ 01:00 વાગ્યે લાગી હતી. આગ લગવાની જાણકારી મળતા જ હૉટલમાં હાહાકાર મચી ગયો. હૉટલ સ્ટાફે ઇમરજન્સીમાં હૉટલને ખાલી કરાવી. જાણકારી મળતા ઘટનાસ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ગાડીઓએ ખૂબ મહેનત બાદ આગ મેળવવામાં સફળ રહી. આગમાં દાઝી જવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જે ઇજાગ્રસ્તોની હાલત નાજુક હતી તેમને એન. દેસાઇ હૉસ્પિટલમાં સારી સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા હતા.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp