રાજકોટમાં કૂતરો પાછળ દોડતા ડરી ગયેલા મહિલા બાઇક પરથી પટકાયા, મોત

PC: sanjsamachar.net

રખડતા કુતરાઓને કારણે વધુ એક મહિલાઓએ જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સુરતમાં રખડતા કુતરાઓના રંજાડ વધી જવાને કારણે રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. રખડતા કુતરાએ એક માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો અને તેના આખા શરીર પર બચકાં ભરી લીધા હતા આ બાળકીનું મોત થયું હતું. આ પછી હજુ ગઇ કાલે સુરતના ભેસ્તાનમાં એક 5 વર્ષના બાળક પર કુતરાંએ હુમલો કરતા મોતની ઘટના બની હતી. હવે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે એક કુતરો પાછળ દોડતા મહિલા એકદમ ડરી ગયા હતા અને બાઇકથી પર પટકાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પણ મોત થઇ ગયું છે.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટમાં આવેલી પારસ સોસાયટીમાં રહેતા 50 વર્ષ નયનાબેન ગોંડલિયા ગુરુવારે વહેલી સવારે તેમના પતિ મનજીભાઇ સાથે બાઇક પર ગોલીડા ગામે એક હવનના એક ધાર્મિક કાર્યક્રમમાં જઇ રહ્યા હતા. તે વખતે જ્યારે તેઓ રાજકોટના આજીડેમ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક કુતરો બાઇકની પાછળ ભસતા ભસતા દોડી રહ્યો હતો. નયનાબેન કુતરા જોઇને એકદમ ડરી ગયા હતા અને બાઇક પરથી પટકાઇ ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. નયનાબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

રાજકોટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા નયનાબેનના પતિ મનજીભાઇ ગોંડલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારા પરિવારમાં પત્ની અને એક દીકરો છે અને ગુરુવારે સવારે મારી પત્ની સાથે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે આજીડેમ પાસે એક કુતરો બાઇક પાછળ દોડ્યો હતો. મારી પત્ની નયનાએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગભરાઇ ગઇ હતી અને બાઇક પરથી પડી ગઇ હતી. નયનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ બ્રેઇન હેમરેજને કારણે તેનું મોત થઇ ગયું હતું.

મનજીભાઇએ કહ્યુ હતું કે, સરકારને મારી વિનંતી છે કે રખડતા કુતરાઓને પકડવામાં આવે જેથી મારી સાથે જે થયું તે બીજા સાથે ન થાય. તેમણે કહ્યુ કે આજીડેમ પાસે મોટા પ્રમાણમાં રખડતા કુતરાઓ છે.

લાગે છે કે સરકારને લોકોના મોતની કોઇ કિંમત નથી. રખડતા કુતરાઓની સમસ્યા માટે ભારે હોબાળો મચવા છતા તંત્ર કે સરકારના પેટનું પાણી હાલતું નથી. રાજકોટના પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે પાલિકા ખસીકરણ કરીને કુતરાઓની વસ્તી ઓછી કરવાનું કામ કરી શકે છે, પરંતુ એ વિસ્તારના કુતરાંને બહાર મોકલી દેવાનું કોઇ પણ રીતે શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp