
અમરેલીમાં સિંહોને પરેશાન કરવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં બોનટ પર બેઠો યુવક કાર આગળ ચાલી રહેલા 3 સિંહોને પરેશાન કરી રહ્યો હતો. વીડિયોની તપાસ કરવામાં આવી અને ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી. એમ પણ કહેવામાં આવ્યું કે, 2 કારોમાં 6 લોકો સવાર હતા. હાલમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી. વીડિયો લગભગ 15 દિવસ જૂનો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સિંહો પાછળ ચાલતી કારોના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.
બધા વીડિયો ગીરના હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે 3 સિંહ એક ગલીમાં ઉપસ્થિત છે. તેમની પાછળ કાર ચાલી રહી છે. કારણ બોનટ પર બેઠા યુવકની ચપ્પલ નજરે પડી રહી છે. આગળ આગળ સિંહ ચાલી રહ્યા હતા અને પાછળ પાછળ કાર ચાલી રહી હતી. કહેવામાં આવ્યું કે, 2 કારમાં સવાર લગભગ 6 છોકરાઓએ સિંહોને પરેશાન કર્યા અને તેમના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. વાયરલ વીડિયો પોલીસને મળ્યા. યુવકોની ઓળખ કર્યા બાદ 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
Three people were held for chasing and harassing lions in the Gir Wildlife sanctuary.@siddharthpandy reports | #Breaking_News #Gir #wildlife pic.twitter.com/oTn2xRTcY8
— Mirror Now (@MirrorNow) January 7, 2023
વન વિભાગના જણાવ્યા મુજબ, ધરપકડ થયેલા ત્રણેય યુવક રાજસ્થાનના છે. બધા અહી ગીરના જંગલમાં ફરવા આવ્યા હતા. તો ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આરાધના સાહૂનું કહેવું છે કે, સિંહોને પરેશાન કરવાનો વીડિયો સામે આવ્યો, તો 6 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર બે કેસ પહેલા નોંધવામાં આવ્યા છે. તેમાં પહેલો રાતના સમયે ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરવા અને બીજો સિંહોને પરેશાન કરવાઅને લઇને છે.
ગયા વર્ષ માર્ચ મહિનામાં ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાંઆ કુલ 283ના મોત થયા. તેમાંથી 254 સિંહોના સ્વાભાવિક કારણોથી મોત થયા. તેમાં 68 સિંહ, 73 સિંહણ અને 142 બચ્ચા સામેલ હતા. સરકાર તરફથી વિધાનસભામાં એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે ગીરના જંગલમાં સિંહ સાથે જ મોટી સંખ્યામાં ચિત્તા પણ છે. છેલ્લા 2 વર્ષમાં 242 ચિત્તાઓના મોત થયા છે. સરકાર તરફથી વિધાનસભામાં આપવામાં આવેલી જાણકારી મુજબ 242 ચિત્તાઓ સિવાય તેમના 91 બચ્ચા પણ મોત થયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp