બાગેશ્વર બાબાને પણ ટપી ગયો રાજકોટનો વેપારી, કથાસ્થળે પ્રસાદીના નામે ખુરશીઓ વેચી

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના 10 દિવસના પ્રવાસે આવ્યા છે અને સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમના દિવ્ય દરબારના કાર્યક્રમો પુરા થયા છે અને બાબા હવે વડોદરા પહોંચ્યા છે, પરંતુ રાજકોટમાં દિવ્ય દરબારમાં એક વિચિત્ર પોસ્ટર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની તસ્વીર સાથેના પોસ્ટરમાં એક ખુરશીનો ફોટો છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રસાદ છે અને 350 અને 450 રૂપિયા ભરીને ઘરે લઇ જાઓ.બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રસાદના નામે વેપાર થતો જોવા મળતા વિવાદ ઉભો થયો છે. જો કે, આ પહેલાં પણ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો vvip સાથેનો ખાનગી દરબાર વિવાદમાં આવ્યો હતો.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો 1 અને 2 જૂન રાજકોટમાં રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર રાખવામાં આવ્યો હતો, જેમાં એક પોસ્ટર લોકોના ધ્યાન પર આવ્યું હતું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ફોટા સાથે લાગેલા પોસ્ટરમાં ખુરશીનું ચિત્ર હતું અને લખ્યું હતું પ્રસાદ. આ પ્રસાદ તરીકે ખુરશીની કિંમત 350 અને 450 રાખવામાં આવી હતી.
દિવ્ય દરબારમાં એક ઓડિયો સતત વાગી રહ્યો હતો અને તેમાં કહેવામાં આવતું હતું કે, આ દિવ્ય દરબારમાં રાખવામાં આવેલી ખુરશીમાં ભગવાન બાલાજીના આર્શીવાદ છે,જેથી ખુરશીઓ પ્રસાદ રૂપે ઘરે લઇ જાઓ. તપાસ કરતા જાણવા મળ્યુ કે પહેલાં બુકીંગ કરાવવાનું અને પછી બીજે દિવસે ખુરશી લઇ જવાની. બોલો, તમે જ વિચાર કરો કે દિવ્ય દરબારના નામે બાબાએ કેવો વેપલો શોધી નાંખ્યો. કેટલાંક લોકોએ કહ્યું કે, આ લોકોની આસ્થા સાથે છેતરપિંડી છે. ભગવાન બાલાજીના આર્શીવાદ કહીને ખુરશીઓ વેચવાનો ધંધો ચાલે છે.
જો કે બાગેશ્વર ધામના પંડિતનો ધર્મના નામે વેપલો કરવાની વાત નવી નથી. મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામમાં પાર્કિંગથી માંડીને પ્રસાદ કે અનેક બાબતોમાં રૂપિયાની કમાણી કરવામાં આવે છે. સુરતમાં જ્યારે બાબાનો દિવ્ય દરબાર થયો હતો ત્યારે લોકો નીલગીરી ગ્રાઉન્ડમાં ભારે ભીડની વચ્ચે બેઠા હતા અને એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાત્રે ટીજીબી હોટલમાં vvip દરબાર થયો હતો, જેમાં એક ઉદ્યોગપતિ પાસે 50,000 રૂપિયા લેવાયા હોવાના આરોપ લાગ્યા હતા. એવું જ રાજકોટમાં પણ બન્યું હતું. લોકો બાબાના દરબારમાં ગરમીમાં શેકાયા હતા અને બાબાએ રાત્રે ઉદ્યોગપતિઓ સાથે ખાનગી દરબાર ભર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp