જમીનના ડખામાં ગુજરાતમાં 2 દલિત ભાઇઓની હત્યા, જિગ્નેશ મેવાણીએ કહ્યું...

PC: divyabhaskar.co.in

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બે દલિત ભાઈઓની હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે જમીનના વિવાદમાં ક્ષત્રિય સમાજના લોકોએ દલિત ભાઈઓની હત્યા કરી હતી. હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોટો પ્રહાર કર્યો છે. બંને ભાઇઓની હત્યા થવાને કારણે રાજકારણ શરૂ થઇ ગયું છે.

ગુજરાતમાં ફરી એકવાર દલિતોના ઉત્પીડન અને હત્યાની ઘટના સામે આવી છે. સુરેન્દ્ર નગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના કેટલાંક લોકોએ જમીનના વિવાદને કારણે બે દલિત ભાઇઓની હત્યા કરી નાંખ છે. આ ઘટના 12 જુલાઇએ સાંજે ચૂડા તાલુકાના સમાધિઆલા ગામમાં બની હતી. હત્યાની ઘટના બન્યા પછી રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પર હુમલો કર્યો છે તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સુરેન્દ્રનગર પહોંચી રહ્યા છે.

પોલીસે કહ્યુ હતું કે 12 જુલાઇની સાંજે સમઢીયાળા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 60 વર્ષના આલજી પરમાર અને 54 વર્ષના તેમના ભાઇ મનોજ પરમાર ઘાયલ થયા હતા. બંને ભાઇઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના મોત થયા હતા. રાજકોટ અને સુરેન્દ્રનગર રેન્જ IG અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે હુમલામાં ઘાયલ પારૂલબેન પરમારની ફરિયાદના આધારે ચૂડા પોલીસે ગુરુવારે સવારે કાઠી દરબાર (ક્ષત્રિય)ના 15 લોકો સામે  FIR નોંધી હતી.

રેન્જ IGએ કહ્યું હતું કે બે જુદા જુદા સમુદાય વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદમાં પીડિતો પર હુમલો કરવામાં આવ્યો હતો. દલિત અને કાઠી દરબારનો સમઢીયાળા ગામના જમીનના એક ટુકડા પર પોત પોતાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, આ હુમલામાં 2 લોકોના મોત થયા છે અને  મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ જમીનને લઈને 1998થી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં નીચલી કોર્ટે દલિત પરિવારના પક્ષમાં નિર્ણય આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને રમખાણોના આરોપો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરની ઘટના પર કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતમાં દલિતોનું ભાવિ દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. દેશમાં ગુજરાત ઝડપથી દલિતો પર અત્યાચારની રાજધાની બની રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી એક ઘટનામાં મહિલાઓ સહિત છ દલિતોને ઉચ્ચ જાતિના કહેવાતા પુરુષોએ માર માર્યો હતો. તેમના પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો જેના પરિણામે બેના મોત થયા હતા. આ હત્યા કથિત જમીન વિવાદને લઇને થઇ હતી. મેવાણીએ ગુજરાત સરકાર સામે નિશાન સાધીને પુછ્યું કે ગુજરાત સરકાર રાજ્યમાં દલિતોની સામે થઇ રહેલા અંતહિન અત્યાચારોને રોકવા માટે શું કરી રહી છે? શું દલિતોને પોતાની જમીન પર માથું નમાવવાનો પણ અધિકાર નથી? આ ક્રૂરતાનો અંત ક્યારે આવશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp