26th January selfie contest

Youtube પર જોવા મળી સવા કલાકની એડ, કંપનીએ આપ્યો આ જવાબ

PC: youtube.com

યુટ્યુબ પોપ્યુલર વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. તેના પર તમે ફ્રીમાં લાખો વીડિયો જોઇ શકો છો. જોકે, કંપની વીડિયો સાથે એડ્સ પણ દેખાડે છે. એવામાં યુઝરે એડ ફ્રી એક્સપિરિયન્સ માટે યુટ્યુબ પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન લેવાનું હોય છે, પરંતુ ઘણા લોકો પૈસા ખર્ચ કર્યા વિના એડ સાથે સાથે જ વીડિયો જોઇ લે છે. કંપનીના ઘણા એડ્સ ફોર્મેટ હોય છે, પરંતુ કંપની હવે યુઝરના સવા કલાક સુધી એડ દેખાડી રહી છે. તેની બાબતે ટ્વીટર યુઝરે જાણકારી શેર કરી હતી. ટ્વીટમાં પોતાની યુટ્યુબ એડનો સ્ક્રીનશોટ દેખાડ્યો છે.

તેમાં 1 કલાક 15 મિનિટની એડ દેખાડી રહ્યું છે. તેના પર હવે યુટ્યુબે જવાબ પણ આપ્યો છે. કંપનીએ ટ્વીટના રિપ્લાયમાં કહ્યું છે કે, અત્યારે એડ લેન્થ પર કોઇ લિમિટ નથી. તમે લાંબી એડના વીડિયોને સ્કીપ કરી શકો છો, પરંતુ તમે એમ કરી શકતા નથી તો, અમને જાણકારી આપો. નોન સ્કિપેબલ એડ માટે મેક્સિમમ સમય 15-20 સેકન્ડ્સ હોય શકે છે. એટલે કે કંપનીએ સ્પષ્ટ કરી દીધું કે, યુટ્યુબ પર એડ લેન્થને લઇને કોઇ લિમિટ નથી. જો કે અત્યારે વધારેમાં વધારે તમને 15-20 સેકન્ડ્સની એડ જોવી પડશે. ત્યારબાદ તમે એડ વીડિયોને સ્કીપ કરી શકો છો.

એડ ફ્રી માટે તમે યુટ્યુબ પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન લઇ શકો છો. જો કે, કેટલીક બીજી રીતોથી યુટ્યુબને એડ ફ્રી જોઇ શકાય છે. તેના માટે તમે PC પર પોતાના બ્રાઉઝર માટે યુટ્યુબ એડ ફ્રી એક્સટેન્શન ડાઉનલોડ કરી શકો છો. ફોન પર તેની રીત અલગ છે. ફોન પર તમે તેના માટે કોઇ થર્ડ પાર્ટી એપની મદદ લઇ શકો છો. એ સિવાય જો તમે બ્રેવ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો તમે એડ ફ્રી વીડિયો જોઇ શકો છો. તેને એપલ એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ બ્રાઇઝરને લઇને દાવો કરવામાં આવે છે કે, તે ક્રોમ આ બીજા બ્રાઉઝરથી વધુ પ્રાઇવસી અને સિક્યોરિટી આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp