
અમેરિકી અંતરિક્ષ એજન્સી NASA ના ટેસ સ્પેસ્ક્રાફ્ટએ બે એક્સોપ્લેન્ટની શોધ કરી છે. જ્યાં જીવનની સંભાવના છે. ભવિષ્યમાં અહીં વ્યક્તિ રહી શકે છે. કારણ કે, આ બંને જ ગ્રહ પોતાના તારાથી એટલા સારા અંતરે છે કે તેના પર જીવન વિકસી શકે છે. આ બંને જ ગ્રહો સુપર અર્થ છે. એટલે કે બંને જ આકારમાં ધરતી કરતા મોટા છે. ટેસ સ્પેસક્રાફ્ટ એટલે કે ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટે જ્યારે આપણા સૌર મંડળથી 137 પ્રકાશ વર્ષ દૂર રેડ ડ્વાર્ફ સ્ટાર એટલે કે સૂરજ જેવા તારા TOI-2095 તરફ જોયુ તો ચોંકાવનારી તસવીર સામે આવી.
આ સ્પેસક્રાફ્ટ પ્રકાશ ઓછો-વત્તો થવાના આધાર પર ગ્રહો અને તારાઓની શોધ કરે છે. કારણ કે, દરેક ગ્રહ અને તારા ક્યાં તો પ્રકાશ છોડે છે અથવા તો તેને રિસીવ કરે છે. TOI-2095 બ્રહ્માંડના સૌથી મોટા તારાના પરિવારમાંથી આવે છે. તે આપણા સૂર્ય કરતા ઠંડો છે. પરંતુ, ઘણા બધા રેડિએશન, અલ્ટ્રાવાયલેટ અને એક્સ-રે તરંગો કાઢી રહ્યો છે.
TOI-2095 માંથી નીકળી રહેલા રેડિએશનની પાસે હાજર ગ્રહોનું વાયુમંડળ પૂર્ણ થઈ શકે છે. પરંતુ, અમે જે બે ગ્રહોની વાત કરી રહ્યા છીએ, તે એટલા સારા અંતર પર છે કે તેમનું વાયુમંડળ જળવાઈ રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ત્યાં પાણી પણ છે, જેવુ ધરતી પર છે. એટલે કે ભવિષ્યમાં આ બંને ગ્રહો પર માણસોની વસાહટ બનાવી શકાય છે.
આ બંને ગ્રહોના નામ છે TOI-2095b અને TOI-2095c. હાલ તે બંને પ્લેનેટ વિશે વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. TOI-2095bનું પોતાના તારાથી અંતર ધરતીથી સૂર્યના અંતરનો દસમો હિસ્સો છે. પરંતુ, તારો સૂર્ય કરતા ઠંડો છે, આથી પાસે રહેનારા ગ્રહો પર જીવન વિકસી શકે છે. આ ગ્રહ આપણી ધરતીથી 1.39 ગણો પહોળો છે. પરંતુ, ધરતીથી 4.1 ગણો વજનદાર છે. આ ગ્રહ પોતાના તારાનો એક ચક્કર ધરતીના 17.1 દિવસમાં પૂર્ણ કરે છે.
બીજો ગ્રહ TOI-2095c પોતાના સૂરજથી થોડો જ દૂર છે. તેનો એક દિવસ આપણા 28.2 દિવસ બરાબર છે. એટલે કે આ ગ્રહના 24 કલાક આપણી ધરતીના 28.2 દિવસ બરાબર છે. તે આપણી ધરતી કરતા 1.33 ગણો મોટો છે. વજન 7.5 ગણુ વધુ છે. બંને ગ્રહોની સપાટીનું તાપમાન 24થી 74 ડિગ્રી સેલ્સિયલની વચ્ચે છે.
સ્પેનની યુનિવર્સિટી ઓફ લા લગુનાના એસ્ટ્રોનોમર ફેલિપ મુર્ગાસ કહે છે કે, આ બંને ગ્રહોનો અમે વધુ અભ્યાસ કરી રહ્યા છીએ. તેના વિશે શરૂઆતી તપાસમાં જાણકારી મળી છે કે, અહીં જીવન સંભવ છે. આથી, અમે વધુ શોધખોળ કરી રહ્યા છીએ જેથી વધુમાં વધુ જાણકારી મળી શકે. કારણ કે, અમારું ટેસ સ્પેસક્રાફ્ટ ખૂબ જ તાકતવર છે. તે ખૂબ જ સારા ડેટા મોકલી રહ્યું છે. એપ્રિલ 2018માં ટેસને લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારસુધી 330 એલિયન દુનિયાની પુષ્ટિ થઈ ચુકી છે. જ્યારે, 6400 બહારના ગ્રહ હજુ પણ આ યાદીમાં સામેલ થવાની રાહ જોઈ રહ્યા છે. હવે વૈજ્ઞાનિક આ ગ્રહોની ફરવાની ગતિની જાણકારી મેળવી રહ્યા છે. સાથે જ તેના વાયુમંડળની તપાસ કરી રહ્યા છે કે ત્યાં કયા-કયા ગેસ રહેલા છે.
ગ્રહની ફરવાની ગતિ પરથી જાણકારી મળે છે કે, આ ગ્રહ પોતાના સૌર મંડળમાં રહેશે કે નહીં. પોતાના તારાની આસપાસ ટકશે કે નહીં. એવી જાણકારી મળી કે પોતાના સૌર મંડળ અથવા તારાની બહાર નીકળી ગયા તો ત્યાં જીવનની સંભાવના ઓછી થઈ જાય છે. આથી, તેના પર નજર રાખવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp