Hondaએ લોન્ચ કર્યું Activa 125 H-Smart, જાણો કિંમત અને ફીચર્સ

PC: malayalam.samayam.com

Honda Motorcycle and Scooter India એ ગત જાન્યુઆરી મહિનામાં પોતાના જાણીતા સ્કૂટર Activa 6G H-Smart ટેકનિક સાથે લોન્ચ કર્યું હતું. હાલમાં કંપનીએ પોતાના Activa 125 H-Smart નું ટીઝર જાહેર કર્યું હતું, હવે કંપનીએ પોતાની આધિકારીક વેબસાઇટ પર આ સ્કૂટરની કિંમતને અપડેટ કરી દીધી છે. નવા સ્માર્ટ ફીચરથી લેસ Activa 125 H-Smart સ્કૂટરની કિંમત 88093 રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. જોકે, હાલ કંપનીએ આધિકારીક રીતે આ સ્કૂટરના લોન્ચની જાહેરાત નથી કરી. અહીં જે કિંમત આપવામાં આવી છે તે ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર છે.

કંપનીનું કહેવુ છે કે, નવું Activa 125 H-Smart હવે પહેલા કરતા વધુ સ્માર્ટ થઈ ગયુ છે અને આ સેગ્મેન્ટનું પહેલું સ્કૂટર છે જેમા સ્માર્ટ-કી ફીચર આપવામાં આવ્યું છે. Activa 125 H-Smart ટેક્નોલોજીની સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, સ્માર્ટ કી તમારા ડ્રાઇવિંગ એક્સપીરિયન્સને સુવિધાજનક બનાવે છે. તેમા એક ડિજિટલ મીટર આપવામાં આવ્યું છે જે તમને તમારી રાઇડનું રીયલ ટાઇમ અપડેટ આપે છે.

નવા સ્કૂટરમાં કંપનીએ એ જ ફીચર્સને સામેલ કર્યા છે જે અગાઉ Activa H-Smart માં જોવા મળ્યા હતા. આ સ્કૂટરમાં કંપનીએ નવા સ્માર્ટ કી સાથે જ ઘણા અન્ય એડવાન્સ ફીચર્સ સામેલ કર્યા છે, જે તમારા ડ્રાઇવિંગ એક્સપીરિયન્સને બદલી નાંખશે. નવા એક્ટિવામાં એન્ટી-થેફ્ટ અલાર્મ ફીચરને સામેલ કરવામાં આવ્યું છે, જે વાહનને ચોરી થતા બચાવવામાં મદદ કરે છે.

નવા એક્ટિવામાં સ્માર્ટ કીના માધ્યમથી સરળતાથી સ્કૂટરની સીટ, ફ્યૂઅલ કેપ, હેન્ડલ વગેરે સરળતાથી લોક/એનલોક કરી શકાય છે. તેમા ફાઇન્ડ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે, જે ભીડમાં પણ તમારા સ્કૂટરને સરળતાથી શોધવામાં મદદ કરશે.

સ્કૂટરની સાઈઝઃ 1850 મિમી

પહોળાઈઃ 707 મિમી

ઊંચાઈઃ 1170 મિમી

વ્હીલબેસઃ 1260 મિમી

ગ્રાઉન્ડ ક્લીયરન્સઃ 162 મિમી

ફ્યૂઅલ ટેન્કઃ 5.3 લીટર

તેમા પહેલાની જેમ જ 4 સ્ટ્રોક 124ccની ક્ષમતાનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 6.11 kWનો પાવર અને 10.4 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમા PGM-Fi ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સ્કૂટરના માઇલેજને વધારવામાં મદદ કરે છે. તે પાંચ કલર્સ (હેવી ગ્રે મેટાલિક, મિડ નાઇટ બ્લૂ મેટાલિક, પર્લ નાઇટ સ્ટાર બ્લેક, સેલેન સિલ્વર મેટાલિક અને રેબલ રેડ મેટાલિક)માં ઉપલબ્ધ છે.

Activa 125 H-Smartમાં X-શેપ ટેલ લાઇટ્સ, સાઇડ પેનલ્સ પર ક્રોમ સ્ટ્રોક, ડબલ લિડ એક્સટર્નલ ફ્યૂઅલ કેપ, સ્કૂટરના ફ્રન્ટ એપ્રોન પર એક ઓપન સ્ટોરેજ ગ્લવ બોક્સ, સાઇડ એન્જિન કટ-ઓફ, ટેલેસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp