26th January selfie contest

આ SUVની સામે નહીં ટકશે કોઈ! મસાજ કરવાવાળી સીટ, બટન દબાવતા જ થઈ જાય છે ઉંચી

PC: carhp.com

ભારતમાં SUV કારનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. એવામાં, કંપનીઓ નાની કારોને પણ થોડી ઊંચી અને સ્ટાઇલિશ બનાવીને SUVનું નામ આપવા લાગી છે. જો કે, કેટલાક લોકોનું માનવું છે કે SUV ફોર્ચ્યુનર જેવી ગાડીઓ હોય છે.

જ્યારે, જે લોકો લકજરી કાર ખરીદવા માટે સક્ષમ હોય છે તેઓ મર્સિડીઝ અથવા ઓડી જેવી બ્રાન્ડને પસંદ કરી લે છે. પરંતુ આજે અમે તમને એક એવી SUVનો પરિચય કરાવવા જઈ રહ્યા છે, જેની સામે કદાચ તમને અન્ય કોઈ ગાડી પસંદ નહીં આવશે.

અમે વાત કરી રહ્યા છે 2023 રેન્જ રોવર સ્પોર્ટ કારની. તેને ભારતમાં મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી અને હવે ડિસેમ્બરમાં તેની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ, આ SUVની કિંમતથી લઈને ફીચર્સ સુધીની વિગતો.

2023 રેન્જ રોવર સ્પોર્ટની કિંમત

જગુઆર લેન્ડ રોવરે તેની રેન્જ રોવર સ્પોર્ટને ચાર વેરિઅન્ટ્સમાં SE, HSE, Autobiography અને First Editionમાં રજૂ કરી છે. તેની કિંમત 1.64 કરોડ રૂપિયાથી (એક્સ શોરૂમ) શરૂ થાય છે. જો કે, ધ્યાન આપવાની વાત છે કે, તેનું ટૉપ એન્ડ ફર્સ્ટ એડિશન ફક્ત પહેલા વર્ષમાં જ બુક કરી શકાય છે. અહીં જુઓ દરેક વેરિઅન્ટની કિંમત

વેરિઅન્ટ                          કિંમત (એક્સ શોરૂમ)
D350 Dynamic SE         1.64 કરોડ રૂપિયા
P400 Dynamic HSE       1.68 કરોડ રૂપિયા
D350 Dynamic HSE       1.71 કરોડ રૂપિયા
D350 Autobiography     1.81 કરોડ રૂપિયા
D350 First Edition         1.84 કરોડ રૂપિયા

2023 રેન્જ રોવર સ્પોર્ટનું એન્જિન

આ લક્ઝરી SUV બે એન્જિન ઓપ્શનની સાથે આવે છે. પહેલું 3.0 લીટર ઇનલાઇન 6 સિલિન્ડર પેટ્રોલ યુનિટ છે, જે 394 hp પાવર અને 550 Nm ટોર્ક આપે છે. બીજું 3.0 લિટર ડીઝલ એન્જિન છે, જે 346 hp અને 700 Nm જનરેટ કરે છે. બંને એન્જિન માઈલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજીની સાથે આવે છે. તેમાં ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ અને એર સસ્પેન્શનનું પણ ફીચર છે. એર સસ્પેન્શનનો મતલબ છે કે, તમે બટન દબાવીને તેનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારી અથવા ઘટાડી શકો છો. તેમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

2023 Range Rover Sport

લુક અને ફીચર્સ

ડિઝાઇનની વાત કરીએ તો, નવી રેન્જ રોવર સ્પોર્ટ પહેલા કરતાં વધુ આકર્ષક લાગે છે. તેમાં શાર્પ LED હેડલેમ્પ, નવી ડિઝાઇનના બમ્પર્સ, નવા રેપરાઉન્ડ ટેલલાઇટ અને નવા અલૉય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. સાઇડ પ્રોફાઇલ જૂના મોડલ જેવી જ છે અને તેને બોલ્ડ અને મસ્કુલર લુક આપે છે.

ફીચર્સના મામલામાં પણ તે જોરદાર છે. તેમાં 13.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 13.7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચ સેન્સિટિવ કંટ્રોલ્સની સાથે નવું મલ્ટિ ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. તેની સીટ 22 વે પાવર એડજસ્ટેબલ ફીચરની સાથે આવે છે. તેની સીટો પર મસાજનો ફંક્શન પણ મળે છે. આ સિવાય એડેપ્ટિવ ઓફ રોડ ક્રુઝ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ, 19 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp