લોન્ચ થઇ નવી દમદાર Bullet 350, ક્લાસિક-350 કરતા કિંમત ઓછી

PC: businesstoday.in

દેશની પ્રમુખ બાઈક નિર્માતા કંપની રોયસ એનફીલ્ડે ભારતીય બજારમાં પોતાની જાણીતી બાઈક Bullet 350ના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરી દીધું છે. આકર્ષક લુક અને દમદાર એન્જિનથી સજ્જ આ બાઈકમાં કંપનીએ ઘણાં મોટા ફેરફાર કર્યા છે. Bullet 350ની શરૂઆતી કિંમત એક્સ શોરૂમ 1.74 લાખ નક્કી કરવામાં આવી છે.

રોયલ એનફીલ્ડે નવી Bullet 350માં એસ્થેટિક અને મેકેનિકલ દરેક રીતે અપડેટ આપી છે. આ કંપનીના બજેટલક્ષી મોડલમાંથી એક છે. જેનો ઈતિહાસ દશકા જૂનો છે. આની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાતે લગાવી શકો કે આ મોડલનું નામ બ્રાન્ડથી પણ વધારે પ્રચલિત છે. ઘણાં વિસ્તારોમાં આજે પણ બુલેટનો અર્થ છે રોયલ એનફીલ્ડ.

રોયલ એનફીલ્ડે પોતાની આ નવી Bullet 350ને ચેન્નઈ, તમિલનાડુમાં લોન્ચ કરી છે. આ બાઇકને કંપનીએ J પ્લેટફોર્મ પર ડેવલપ કરી છે. જેના પર તમને નવી હંટર અને મેચ્યોર જેવા મોડલ મળે છે. કંપનીએ આ બાઈકમાં 349 સીસીની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર લોન્ગ સ્ટ્રોક એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 6100 rpm પર લગભગ 19.9 bhpનો પાવર અને 4000 આરપીએમ પર 27 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

રોયલ એનફીલ્ડની નવી બુલેટ 350માં હેડલાઇટ અને ટેલલાઇટનો નવો સેટ આપવામાં આવ્યો છે. કંપનીએ Bullet 350માં પહેલા જેવો જ રેટ્રો લુક આપ્યો છે. જેમાં એલસીડી સ્ક્રીનની સાથે એક નવો ડિજિટલ એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે. જે હાલના ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરના પ્રમાણમાં વધારે ડિટેલમાં જાણકારી આપે છે. સ્વિચગિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક યૂએસબી પોર્ટ પણ મળે છે.

કલર- નવી Bullet 350ને બ્લેક ગોલ્ડ, સ્ટાન્ડર્ડ મરુન, સ્ટાન્ડર્ડ બ્લેક, મિલિટ્રી રેડ અને મિલિટ્રી બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે.

કિંમત

2023 રોયલ એનફીલ્ડ Bullet 350 ને 3 લાઇનઅપ વેરિયન્ટ્સ- મિલિટ્રી, સ્ટાન્ડર્ડ અને બ્લેક ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવી છે. જેમની કિંમત એક્સ શોરૂમ ક્રમશઃ 1,73,562 રૂપિયા, 1,97,436 રૂપિયા અને 2,15,801 રૂપિયા છે. કંપનીએ મિલિટ્રી વેરિયન્ટ્સમાં બે કલર ઓપ્શન આપ્યા છે. તો ગોલ્ડમાં એક અને સ્ટાન્ડર્ડમાં ેબે કલર ઓપ્શન આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp