લોન્ચ પહેલા ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી કિઆની આ SUV

PC: motoroctane.com

Kia ઈન્ડિયા ભારતમાં મોજૂદ લાઈનઅપને અપડેટ કરતા સબ કોમ્પેક્ટ એસયૂવીનું અપડેટ એડિશન રજૂ કરવાની તૈયારીમાં છે. ભારતીય ઓટો માર્કેટમાં એકથી વધુ ચઢિયાતી કારો મોજૂદ છે. એમાં પણ ખાસ કરીને ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીમાં SUV અને ક્રોસઓવર કારો સૌથી વધારે વેચાઇ છે. આ કારોનો કુલ માર્કેટ શેર ભારતમાં 46 ટકા છે. 2024 કિઆ સોનેટ ફેસલિફ્ટને કંપની 2024ના શરૂઆતી ક્વાર્ટર દરમિયાન માર્કેટમાં ઉતારી શકે છે. કારના ઓફિશ્યલ લોન્ચ પહેલા આ અપડેટેડ સોનેટનું ટેસ્ટિંગ મોડલને સ્પોટ કરવામાં આવ્યું છે.

મિડ-લાઇફ અપડેટની સાથે સોનેટાના ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં અગત્યના ફેરફારો જોવા મળશે. ફ્રંટમાં નવી ગ્રીલ, અપડેટેડ હેડલેમ્પ અને નવું બમ્પર રહેશે. કિઆ સોનેટના અલોય વ્હીલની ડિઝાઈનને પણ અપડેટ કરવામાં આવશે. તો સાથે જ પાછળની બાજપ નિપ અને ટક પણ આપશે. જોકે, કારના ઈન્ટીરિયરને હજુ સુધી જોવામાં આવ્યું નથી. પણ આશા છે કે આના વર્તમાન મોડલથી વધારે ફીચર્સ આવનારી આ નવી એસયૂવીમાં જોવા મળશે.

કિઆ સોનેટઃ એન્જિન અને ગિયરબોક્સ

હાલમાં મોજૂદ કિઆ સોનેટના પાવરટ્રેનના ઓપ્શન્સને આવનારી ફેસલિફ્ટ મોડલમાં લઈ જવાની સંભાવના છે. જેમાં 82 બીએચપીનું 1.2 લીટરનું નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, 118 બીએચપીનું 1.0 લીટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ મોટર અને 113 બીએચપીનું 1.5 લીટરનું ડીઝલ એન્જિન મળશે.

કિઆ સોનેટની કિંમત

કિઆ સોનેટની વર્તમાન મોડલની કિંમત 7.79 લાખ રૂપિયાથી લઇ 14.89 લાખ રૂપિયા એક્સશોરૂમ છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આવનારું ફેસલિફ્ટ મોડલ હાલમાં મોજૂદ કિંમતો પર વધારે પ્રીમિયમ ચાર્જ કરશે. ફેસલિફ્ટ 2024 કિઆ સોનેટને આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરી શકાય છે.

2024 Kia Sonet Faceliftની ટક્કર આ કારો સાથે થશે

ભારતીય ઓટો માર્કેટમાં લોન્ચ થયા પછી 2024 Kia Sonet Faceliftની સીધી ટક્કર મારુતિ સુઝુકી બ્રેઝા, ટાટા નેક્સોન, હ્યુંડૈ ક્રેટા અને મહિન્દ્રા એક્સયૂવી300 જેવી પોપ્યુલર SUVની સાથે થશે. જોવાનું એ રહેશે કે, સાઉથ કોરિયાની આ કાર કંપનીની નવી SUV ભારતીય કસ્ટમર્સને કેટલી પસંદ પડે છે. કારણ કે ભારતમાં હાલના સમયમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રાની SUVનો દબદબો વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp