26th January selfie contest

2500 વર્ષ જૂનું ટોયલેટ મળ્યું, પેટની બીમારી કરતા પેરાસાઇટ મળ્યા

PC: livescience.com

જેરુસલેમમાં પુરાતત્વવિદોને ખનન દરમિયાન બે પ્રાચીન ટોયલેટ્સ મળી આવ્યા છે. તે 2500 વર્ષ જુના છે. તેની અંદર મળેલા પ્રાચીન મળમાં પેરાસાઇટ પણ મળ્યા છે. જેની તપાસ કર્યા બાદ જાણકારી મળી છે કે, આ પેરાસાઇટ ટ્રાવેલર ડાયરિયા નામની બીમારી પેદા કરતા હતા. આ એક પ્રકારનું પેચિસ એટલે કે ડિસેન્ટ્રી છે. જે સૂક્ષ્મ પેરાસાઇટ મળ્યા છે, તે એક પ્રોટોજોન છે. નામ છે જિયાર્ડિયા ડ્યૂઓડેનાલિસ તેના કારણે આંતરડામાં સંક્રમણ અને પેચિસ જેવી બીમારીઓ થાય છે. તે ગંભીર ડાયરિયા પેદા કરે છે. જેમા ભયાનક પેટમાં દુઃખાવો થાય છે. તાવ પણ આવે છે. તેના વિશે 26 મે, 2023ના રોજ જ પેરાસીટોલોજી જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થઈ છે.

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પેરાસાઇટ 2500 વર્ષ જુના છે. માણસોમાં પ્રોટોજોનના સંક્રમણનો આટલો જુનો કેસ પહેલીવાર મળ્યો છે. આ પેરાસાઇટ જે ટોયલેટમાં મળ્યો છે, તે પથ્થરમાંથી બનાવવામાં આવ્યો હતો. સીટ પર એક ગોળાકાર કાણું હતું. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આવા ટોયલેટ્સ છઠ્ઠી સદીમાં ઈસ પૂર્વે ધનવાનોના ઘરમાં બનાવવામાં આવતા હતા. આ પથ્થરોની સપાટી થોડી ઢળાણવાળી હતી જેથી મળ-મુત્ર કેન્દ્ર તરફ રહે. કેન્દ્રની તરફ એક ગોળ ખાડો બનાવવામાં આવતો હતો. જેની નીચે સેસપિટ હતું. જેને સમય-સમય પર સાફ કરવામાં આવતું હશે. આ ટોયલેટ્સ હજુ પણ પોતાની જગ્યાએથી હલ્યા નથી. આથી વૈજ્ઞાનિકોને લાગે છે કે, આ સ્થાનો પરથી પ્રાચીન પેરાસાઇટ્સ શોધી શકાય છે. કારણ કે, આ સ્થાનો પર જમા થયેલું મળ હવે પથ્થરની જેમ સખત થઈ ગયુ છે.

આ અગાઉ પણ જે રિસર્ચ થયા છે, તેમા સેસપિટ્સમાંથી વ્હિપવોર્મ, રાઉન્ડવોર્મ, પિનવોર્મ અને ટેપવોર્મના ઇંડા મળ્યા હતા. આ ઇંડા ઘણી સદીઓ સુધી સુરક્ષિત રહી શકે છે. આથી તેમાથી સિસ્ટ શોધવા મુશ્કેલ હતા, જે પ્રોટોજોઆ પેદા કરે છે. આ ટોયલેટને શોધવામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી, તેલ અવીવ યુનિવર્સિટી અને ઇઝરાયલ એન્ટીક્વીટીસ ઓથોરિટીના એક્સપર્ટ સાથે આવ્યા. તે લોકોએ ELISA ટેકનિકથી ડાયરિયા ફેલાવનારા પ્રાચીન પેરાસાઇટની શોધ કરી. જે ટોયલેટ્સ મળ્યા છે, તે જેરૂસલેમની દીવાલની પાસે જ છે. જે ઘરમાં મળ્યા છે, તેને હાઉસ ઓફ એહિલ કહે છે. આ ઉપરાંત, ત્રણ અન્ય સેમ્પલ જમા કરવામાં આવ્યા જે અરમોન હા-નાત્જીવના સેસપિટમાંથી લેવામાં આવ્યા છે. તે જેરૂસલેમના દક્ષિણમાં આશરે 1.6 કિલોમીટર દૂર છે. જ્યારે, ELISA ટેકનિકથી તપાસ કરી તો પેરાસાઇટ દ્વારા પેદા કરવામાં આવેલા સિસ્ટ મળી આવ્યા. આ સિસ્ટ એક ખાસ પ્રકારની પ્રોટીન દીવાલના બનેલા હોય છે.

જિયાર્ડિયા ડ્યૂઓડેનાલિસ ખૂબ જ નાના નાશપતિના આકારના પેરાસાઇટ હોય છે. તે ભોજન અને પાણીની સાથે શરીરમાં જાય છે. તેના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત માણસો અને પ્રાણીઓના મળ હોય છે. આ પેરાસાઇટ માણસના આંતરડાના સુરક્ષા લેયરને બરબાદ કરી દે છે. તે શરીરમાં રહેલા પોષક તત્વોને ખાવા માંડે છે. જોકે, તેનાથી સંક્રમિત લોકોની તબિયત ઝડપથી સુધરી જાય છે. પરંતુ, જો તેમના દ્વારા સુરક્ષા લેયરને બરબાદ કર્યા બાદ કોઈ બેક્ટેરિયા તે રસ્તેથી શરીરમાં ચાલ્યા જાય તો પ્રોબ્લેમ વધી જાય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના પેલિયો-પેરાસાઇટ રિસર્ચના ડૉ. પીયર્સ મિશેલ કહે છે કે અમે એ નથી જણાવી શકતા કે છઠ્ઠી સદી ઇસ પૂર્વમાં આ પેરાસાઇટથી કેટલા લોકો સંક્રમિત હતા. પરંતુ, એ જરૂર છે કે તે સમયે આ પેરાસાઇટ ઘણા લોકોને બીમાર કરતા રહ્યા હશે. આ લોખંડયુગના સમયના પેરાસાઇટ છે. સાથે જ એ વાત ચોક્કસ છે કે જિયાર્ડિયા ડ્યૂઓડેનાલિસ પેરાસાઇટ ઓછામાં ઓછાં 4000 વર્ષથી માણસોને સંક્રમિત કરતા રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp