50MP કેમેરાની સાથે Vivoએ લોન્ચ કર્યો બજેટલક્ષી સ્માર્ટફોન, જાણો કિંમત

PC: indiatimes.com

Vivoએ હાલમાં જ ગ્લોબલ માર્કેટમાં Vivo Y27 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જોકે કંપનીએ ભારતમાં 4G વેરિયન્ટમાં Y27ને લોન્ચ કર્યો છે. આ ફોનમાં ગ્રાહકોને LCD સ્ક્રીન, 50 મેગાપિક્સલનો કેમેરો અને 5000mAhની બેટરી જેવા ફીચર્સ મળશે. કંપની ઘણાં સમયથી Vivo Y27 દ્વારા લોકોને ટીઝ કરી રહી હતી. આ સ્માર્ટફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપની સાથે આવે છે.

કલર અને સ્ટોરેજ

Vivoએ Y27 સ્માર્ટફોનને બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. બરગંડી બ્લેક અને ગાર્ડન ગ્રીન. Vivo Y27 સ્માર્ટફોન એક કોન્ફિગ્રેશન 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીનું ફોકસ ભારતમાં ઓફલાઇન માર્કેટ પર છે. જોકે Vivo Y27 સ્માર્ટફોન તમે ઓફલાઈનની સાથે સાથે ફ્લિપકાર્ટ, એમેઝોન પર પણ ઓનલાઈન ખરીદી શકો છો.

સ્પેસિફિકેશન

Vivo Y27 ફોન 6.64 ઈંચના ડિસ્પ્લે સાથે આવે છે. જેમાં ફુલ એચડી પ્લસ રેઝોલ્યૂશન અને વોટરડ્રોપ નોચ મળે છે. આ સ્માર્ટફોન MediaTek Helio G85 પ્રોસેસર પર કામ કરે છે. Vivo Y27માં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. આ ફોનના સ્ટોરેજને તમે માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકો છો.

પ્રોસેસર અને કેમેરા સેટઅપ

Vivo Y27 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ Funtouch OS 13 પર કામ કરે છે. જેમાં 50 મેગાપિક્સલના પ્રાઈમરી લેન્સવાળુ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તો 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળે છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Vivo Y27ને પાવર આપવા માટે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જે 44 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે કંપનીએ સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિંટ સેંસર આપ્યું છે. ફોન IP54 રેટિંગની સાથે આવે છે.

Vivo Y27 સ્માર્ટફોન ભારતમાં 14,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. એટલે કે આ ફોન 15 હજાર રૂપિયાના બજેટમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp