- Tech and Auto
- કારમાં 6 એરબેગ્સને લઇ નીતિન ગડકરીની મોટી જાહેરાત
કારમાં 6 એરબેગ્સને લઇ નીતિન ગડકરીની મોટી જાહેરાત
વાહનોમાં મુસાફરોની સુરક્ષા માટે એરબેગની સંખ્યા વધારવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. પાછલી રિપોર્ટ્સ પ્રમાણે, આવનારા ઓક્ટોબર મહિનાથી દેશમાં વેચાનારી દરેક કારોમાં 6 એરબેગ્સને અનિવાર્ય કરવાની ખબર હતી. પણ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમ લાગૂ થયા પછીથી સરકાર ભારતમાં યાત્રી કારો માટે 6 એરબેગ્સ સુરક્ષા નિયમને અનિવાર્ય કરશે નહીં.
ઓટોમોટિવ કંપોનેંટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનની વાર્ષિક બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર કારો માટે 6 એરબેગ્સના નિયમને અનિવાર્ય કરશે નહીં. દેશમાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ છે જે પહેલાથી જ 6 એરબેગ્સ આપી રહી છે. આ કંપનીઓ તેમની કારોની જાહેરાતો પણ કરી રહી છે. એવામાં 6 એરબેગ્સ મેન્ડેટરી કરવાની જરૂરત નથી.

ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટઃ
નીતિન ગડકરીએ કહ્યું કે, દેશનો ઓટો સેક્ટર ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે. ભારત હાલમાં જ જાપાનને પાછળ છોડી દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટ બની ચૂક્યું છે. એવામાં વાહનોમાં નવી ટેક્નોલોજીને લઇ કોમ્પીટિશન વધી રહ્યું છે. વાહન માલિકો પણ નવી ટેક્નોલોજી અને ફીચર્સને વધારે મહત્વ આપી રહ્યા છે. એવામાં અમુક કંપનીઓ પહેલેથી જ 6 એરબેગ્સને વાહનોમાં સામેલ કરી ચૂકી છે. આ સ્થિતિમાં જે કંપનીઓ પ્રતિસ્પર્ધામાં બની રહેવા માગે છે તે પણ પોતાની કારોમાં 6 એરબેગ્સ આપશે. પણ અમે તેને અનિવાર્ય બનાવશું નહીં.
ઓછા બજેટની કારોની ડિમાન્ડ સૌથી વધારે
ગયા વર્ષે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ઓક્ટોબર 2023થી દેશમાં આ નવા નિયમને લાગૂ કરવામાં આવશે. તેમણે મીડિયામાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દેશમાં સૌથી વધારે નાની કારોની ખરીદી મધ્યમ વર્ગીય પરિવારો દ્વારા કરવામાં આવે છે. તેમાં પણ ઓછા બજેટની કારોની ડિમાન્ડ સૌથી વધારે છે. પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, વાહન નિર્માતા કંપનીઓ માત્ર મોંઘી પ્રીમિયમ કારોમાં જ 6 કે 8 એરબેગ્સની સુવિધા કેમ આપે છે.

