કારમાં 6 એરબેગ્સને લઇ નીતિન ગડકરીની મોટી જાહેરાત

વાહનોમાં મુસાફરોની સુરક્ષા માટે એરબેગની સંખ્યા વધારવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. પાછલી રિપોર્ટ્સ પ્રમાણે, આવનારા ઓક્ટોબર મહિનાથી દેશમાં વેચાનારી દરેક કારોમાં 6 એરબેગ્સને અનિવાર્ય કરવાની ખબર હતી. પણ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમ લાગૂ થયા પછીથી સરકાર ભારતમાં યાત્રી કારો માટે 6 એરબેગ્સ સુરક્ષા નિયમને અનિવાર્ય કરશે નહીં.

ઓટોમોટિવ કંપોનેંટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનની વાર્ષિક બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર કારો માટે 6 એરબેગ્સના નિયમને અનિવાર્ય કરશે નહીં. દેશમાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ છે જે પહેલાથી જ 6 એરબેગ્સ આપી રહી છે. આ કંપનીઓ તેમની કારોની જાહેરાતો પણ કરી રહી છે. એવામાં 6 એરબેગ્સ મેન્ડેટરી કરવાની જરૂરત નથી.

ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટઃ

નીતિન ગડકરીએ કહ્યું કે, દેશનો ઓટો સેક્ટર ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે. ભારત હાલમાં જ જાપાનને પાછળ છોડી દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટ બની ચૂક્યું છે. એવામાં વાહનોમાં નવી ટેક્નોલોજીને લઇ કોમ્પીટિશન વધી રહ્યું છે. વાહન માલિકો પણ નવી ટેક્નોલોજી અને ફીચર્સને વધારે મહત્વ આપી રહ્યા છે. એવામાં અમુક કંપનીઓ પહેલેથી જ 6 એરબેગ્સને વાહનોમાં સામેલ કરી ચૂકી છે. આ સ્થિતિમાં જે કંપનીઓ પ્રતિસ્પર્ધામાં બની રહેવા માગે છે તે પણ પોતાની કારોમાં 6 એરબેગ્સ આપશે. પણ અમે તેને અનિવાર્ય બનાવશું નહીં.

ઓછા બજેટની કારોની ડિમાન્ડ સૌથી વધારે

ગયા વર્ષે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ઓક્ટોબર 2023થી દેશમાં આ નવા નિયમને લાગૂ કરવામાં આવશે. તેમણે મીડિયામાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દેશમાં સૌથી વધારે નાની કારોની ખરીદી મધ્યમ વર્ગીય પરિવારો દ્વારા કરવામાં આવે છે. તેમાં પણ ઓછા બજેટની કારોની ડિમાન્ડ સૌથી વધારે છે. પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, વાહન નિર્માતા કંપનીઓ માત્ર મોંઘી પ્રીમિયમ કારોમાં જ 6 કે 8 એરબેગ્સની સુવિધા કેમ આપે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.