ગુજરાતમાં 7 કરોડ વર્ષ પહેલાં ડાયનાસોરનું ઇંડુ મળ્યું હતું, 2 કિલો વજન ધરાવે છે

PC: aajtak.in

તમે ફિલ્મોમાં ઉંચા કદના ડાયનાસોર જોયા હશે, ડાયનોસર પર આધારિત જુરાસિપાર્ક ફિલ્મ ખુબ ચર્ચામાં આવી હતી. ડાયનોસર અત્યારે નામશેષ થઇ ગયા છે, પરંતુ આ પ્રાણી વિશે જાણવામાં આજે પણ ઘણા લોકો રસ દાખવે છે. હિસારના એક પ્રદર્શનમાં 7 કરોડ વર્ષ પહેલાનું ડાયનાસોરનું ઇંડુ પ્રદર્શિત કરવામાં આવ્યું છે જે જોવા લોકોની ભીડ જામી રહી છે.

હરિયાણાના હિસાર જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રીય સર્વે વિભાગના પ્રદર્શનમાં ડાયનાસોરનું ઈંડું રાખવામાં આવ્યું હતું, તેને જોવા માટે મોટી ઉંમરના લોકો અને બાળકોની ભીડ થઇ ગઇ હતી. અધિકારીઓનું કહેવું છે કે આ ઈંડું સાત કરોડ વર્ષ જૂનું છે, જેને ગુજરાતની સર્વે ટીમે શોધી કાઢ્યું હતું. આ ઇંડાનું વજન લગભગ બે કિલો છે.

હરિયાણાના હિસારમાં ભૂસ્તરશાસ્ત્રીય સર્વે વિભાગે શાળાના બાળકો અને અન્ય લોકો માટે એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ પ્રદર્શનમાં 7 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઇંડાને રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન હિસારના અગ્રસેન ભવનમાં આયોજિત કરવામાં આવ્યું છે. આ 2 કિલો વજન ધરાવતા ડાયનાસોરના ડાને ભૂસ્તર વૈજ્ઞાનિકોએ ગુજરાતમાંથી શોધ્યું હતું.

અધિકારીઓનું કહેવું છે કે મઘ્ય પ્રદેશના જબલપુર અને ગુજરાતમાંથી ડાયનાસોરના અવશેષો મળ્યા હતા. એમાં ભારતીય ભૂસ્તર વૈજ્ઞાનિકોની સર્વે ટીમે ડાયનાસોરનું ઇંડુ શોધી કાઢ્યું હતું. જે હિસારના પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી સચિન ત્રિપાઠીએ કહ્યું કે ભારતમાં ડાયનાસોરની પ્રજાતિઓ હતી. શાકાહારી ડાયનાસોર ભારતમાં રહેતા હતા. આ ઈંડું પણ શાકાહારી ડાયનાસોરનું છે. બાળકો ફિલ્મોમાં ડાયનાસોર જુએ છે. અમે બાળકોને તેનું અસલી ઈંડું બતાવ્યું છે. અમે બતાવવા આવ્યા છીએ કે આ ઈંડું શાકાહારી ડાયનાસોરનું છે.

ગુજરાતના મહિસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોરથી 10 કિ.મી દુર આવેલા એક ગામમાં ઇંડાના અવશેષો મળ્યા હતા જેને ભારતીય ભૂસ્તરશાસ્ત્રીઓને મોકલી આપવામાં આવ્યા હતા. 1980 ના દાયકામાં બાલાસિનોર નજીક પ્રથમ વખત ડાયનાસોર અવશેષો મળી આવ્યા હતા, ત્યારબાદ ત્યાં ડાયનાસોર અશ્મિભૂત ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી હતી.

બાલાસિનોરના ડાયનાસોર ફોસિલ પાર્કમાં 1982-84 ની વચ્ચે રાજસૌરસ નર્મડેન્સિસ નામના ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા, જે મુજબ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ડાયનાસોરની લંબાઈ 7 થી 9 મીટર અને ઊંચાઈ 2.4 મીટર હશે. ઉપરાંત, તેઓ લગભગ 7 કરોડ વર્ષો પહેલા અહીં મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp