BYD આવી રહી છે ભારતમાં, તેની કાર 700 કિલોમીટરની રેન્જ અને ઓછા સમયમાં થશે ચાર્જ

PC: carsales.com.au

ચીનની પ્રમુખ કાર મેન્યુફેક્ચરર કંપની બિલ્ડ યોર ડ્રીમ એટલે કે, BYDએ હાલમાં જ ભારતીય બજારમાં પોતાના ઓપરેશનની શરૂઆત કરી છે. હવે કંપની આવતા સપ્તાહમાં શરૂ થનારા ઓટો એક્સ્પોમાં પોતાના વાહનેની વિસ્તૃત રેન્જ રજૂ કરવા જઇ રહી છે, જેમાં કંપનીની પ્રમુખ ઇલેક્ટ્રિક સેડાન કાર BYD Sealને દેશમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઓટો એક્સ્પો આગામી 13મી જાન્યુઆરીથી લઇને 18 જાન્યુઆરી સુધી ગ્રેટર નોઇડામાં આયોજિત થશે.

BYD Seal ઇલેક્ટ્રિક સેડાન કાર પહેલેથી જ ગ્લોબલ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, જે Ocean X કોન્સેપ્ટ પર બેસ્ડ છે. સ્કેટબોર્ડ પ્લેટફોર્મ પર તૈયાર થયેલી આ સેડાન કારની લંબાઇ 4.80 મીટર, પહોળાઇ 1.87 મીટર, ઉંચાઇ 1.46 મીટર અને તેમાં 2.92 મીટરનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે. સાઇઝમાં મોટી હોવાથી આ કારમાં સારી કેબિન સ્પેસ મળે છે.

કંપનીએ આ ઇલેક્ટ્રિક કારને બે અલગ અલગ બેટરી પેક સાથે રજૂ કરી છે, જેમાં એક વેરિયેન્ટમાં 61.4 kWhની ક્ષમતા વાળું બેટરી પેક અને હાયર વર્ઝનમાં 82.5 kWhની ક્ષમતા વાળું બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, તેનું લોઅર વર્ઝન સિંગલ ચાર્જમાં 550 કિલોમીટર અને હાયર વર્ઝન એક વખત ફુલ ચાર્જ થયા બાદ 700 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તે સિવાય આ કાર સિંગલ ડ્યુઅલ બન્ને મોટર કોન્ફિગ્યુરેશન સાથે ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ છે.

કંપનીનો દાવો છે કે, આ કારમાં આપવામાં આવેલી ડ્યુઅલ મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ વેરિયેન્ટ 530 હોર્સપાવરનો પાવર ઝનરેટ કરે છે. સામાન્ય રીતે લોકોના ધારણા રહે છે કે, ઇલેક્ટ્રિક કાર પિક અપના મુદ્દે સ્લો હોય છે, પણ આ કારની સાથે આવું નથી. કંપનીનું કહેવું છે કે, આ કાર ફક્ત 3.8 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ સ્પીડમાં આ કાર લગભગ 650 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

આ ઇલેક્ટ્રિક સેડાન કારને કંપનીએ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન અને લુક આપ્યો છે. તેમાં શાર્પ લાઇન, આકર્ષક બોનટ અને કૂપે સ્ટાઇલ રૂફ લાઇન જોવા મળે છે. સ્પોર્ટી એલોય વ્હીલ્સ, સ્માર્ટ ડોર હેન્ડલ આ કારની સાઇડ પ્રોફાઇલને આકર્ષક બનાવે છે. કારમાં ફ્રંટમાં એર ઇનટેક, બૂમરેંગ શેપ LED ડે ટાઇમ રનિંગ લાઇટ આપવામાં આવી છે.

કારની અંદર 15.6 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તે સિવાય હેડ્સ અપ ડિસ્પ્લે, 10.25 ઇન્ચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર, અલગ અલગ ડ્રાઇવિંગ મોડ્સ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, મોટું એર કંડિશન વેન્ટ, ફ્લેટ બોટમ સ્ટિયરિંગ વ્હીલ અને ટૂ ટોન કેબિન તેના ઇન્ટિરિયરને સુંદર બનાવે છે. તેના સેન્ટ્રલ કોન્સોલ પર અમુક કંટ્રોલ બટન પણ આપવ્યા છે, જેનાથી હીટેડ વિંડસ્ક્રીન, વોલ્યુમ કંટ્રોલ વગેરેને સંચાલિત કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp