આવી ગયો છે DSLR જેવા કેમેરાવાળો મોબાઇલ, બહાર નીકળે છે તેનો લેન્સ

PC: 91mobiles.com

સ્માર્ટફોન કેમેરા ટેક્નોલોજીમાં સતત ઇનોવેશન આવી રહ્યું છે અને હવે ચાઇનીઝ ટેક કંપની ટેક્નો તરફથી ભારતમાં DSLR કેમેરા જેવા લેન્સ વાળો સ્માર્ટફોન Techno Phantom X2 Pro 5G લોન્ચ કરવામાં આવ્યો છે. પાવરપુલ કેમેરા સિવાય 5G સ્માર્ટફોનમાં દમદાર પ્રોસેસર અને 120 Hzના રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.

નવા Techno Phantom X2 Pro 5G સ્માર્ટફોનમાં પાવરફુલ મીડિયાટેક ડાયમેન્સિટી 9000 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. ડિવાઇસનું વેચાણ આ મહિનાના છેલ્લા વીકમાં શરૂ થશે અને પ્રી બુકિંગ વિંડો ઓપન થઇ ચૂકી છે. આ ફોનના કેમેરા સેટઅપની ખાસ વાત એ છે કે, તેનો પોર્ટ્રેટ લેન્સ મોબાઇલની બહારની બોડીથી બહાર નીકળી શકે છે.

ટેક્નો માટે નવા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 6.8 ઇંચની ફુલ HD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120 Hz રિફ્રેશ રેટ અને 360 Hzના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન વાળી ડિસ્પ્લે સિવાય આ ફોનમાં Mail G710 MC10 GPU સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 9000 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

મોબાઇલની રિયર પેનલની વાત કરીએ તો તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સ સિવાય 50 મેગાપિક્સલનો જ રિટ્રેક્ટેબલ પોર્ટ્રેટ લેન્સ અને 13 મેગાપિક્સલનું ત્રીજુ સેન્સલ મળે છે. ડિવાઇસમાં HDR સપોર્ટની સાથે 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનમાં Imagiq 790 ઇમેજ સિગ્નલ પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. મોબાઇલની 5160 mAhની ક્ષમતા વાળી બેટરીને 45 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ટેક્નોના આ અનોખા કેમેરા વાળા ફોનની કિંમત ભારતીય માર્કેટમાં 49999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત પર ફોનને એક જ સ્ટોરેજ વેરિયેન્ટ 12 GB + 256 GB સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને આ મોબાઇલને સ્ટારડસ્ટ ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. આ અનોખા મોબાઇલનું વેચાણ એમેઝોન પર 24મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને હાલ આ મોબાઇલમાં પ્રી બુકિંગનો પણ ઓપ્શન મળી રહ્યો છે. આ મોબાઇલની ટક્કરમાં ઘણી બધી કંપનીઓ જેવી કે, Mi, રીયલમી, ઓપો, વીવો, iQOO જેવી કંપનીઓ પણ ઓછી કિંમતમાં સારી ટેક્નોલોજી વાળા ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp