Royal Enfield જેવો લૂક, ક્રૂઝરની સ્ટાઇલ! જોરદાર રેન્જ સાથે આવી રહી છે આ ઇ-બાઇક

PC: financialexpress.com

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટૂ-વ્હીલર સેગમેન્ટમાં ગ્રાહક વધારે રસ લઇ રહ્યા છે. ગ્રાહકોના આ ટ્રેન્ડને જોતા બજારમાં નવા નવા બ્રાન્ડ્સ પોતાના મોડલોને રજૂ કરવા લાગ્યા છે. હવે ગુજરાત બેઝ્ડ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર નિર્માતા કંપની આર્યા ઑટોમોબાઇલ્સ પણ ઘરેલુ બજારમાં પોતાની નવા ઇલેક્ટ્રિક બાઇક આર્યા કમાન્ડરને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ્સ મુજબ આ બાઇકને આગામી મહિને બજારમાં લોન્ચ કરી શકાય છે. તો આવો જાણીએ આ ઇલેક્ટ્રિક બાઇક બાબતે.

આર્યા કમાન્ડરને પોતાની કંપનીએ એક ક્રૂઝ બાઇક જેવો લૂક અને ડિઝાઇન આપી છે, જે તમને પહેલી નજરમાં રોયલ એનફિલ્ડની જાણીતી બાઇક થંડરબર્ડની યાદ અપાવે છે. કંપનીએ તેમાં સ્પ્લિટ કુશન સીટ, પેસેન્જર ફૂટ રેસ્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રમેન્ટ કન્સોલ આપ્યું છે. રાઉન્ડ શેપ LED હેડલાઇટ અને ફ્યૂલ ટેન્ક (ઇંધણ સહિત) નીચે બેટરી અને ઇલેક્ટ્રિક મોટરનું સેક્શન આપવામાં આવ્યું છે. તેમાં કંપનીએ LED ટેલલાઇટ સાથે LED ટર્ન સિગ્નલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે.

બાઇકના અન્ય કમ્પોનેન્ટની વાત કરીએ તો તેમાં 17 ઇંચનું અલોય વ્હીલ અને ટ્યુબલેસ ટાયર આપવામાં આવ્યું છે. DC હબ ઇલેક્ટ્રિક બાઇકથી ચાલનારી ઇલેક્ટ્રિક બાઇકમાં કંપનીએ ડબલ સસ્પેન્શન શોક ઑબ્ઝર્વર આપવામાં આવ્યું છે. ક્લાસિક સ્ટાઇલવાળી આ બાઇકમાં 3 ડ્રાઇવિંગ મોડ્સ પણ આપવામાં આવ્યા છે જે ઇકો, સ્પોર્ટ અને ઇન્સેનના નામથી આળખાય છે. કંપનીનું કહેવું છે કે, બાઇકનું કુલ વજન 13 કિલોગ્રામ છે.

‘આર્યા કમાન્ડર’માં કંપનીમાં 4.4 kWhની ક્ષમતાની લિથિયમ ઇયોન બેટરી પેકનો ઉપયોગ કર્યો છે, જે IP67 સર્ટિફાઇડ છે. કંપનીનો દાવો છે કે તેની 3,000 વૉટની ઇલેક્ટ્રિક મોટર 170Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની ટોપ સ્પિડ 90 કિલોમીટર પ્રતિકલાક છે. આ બાઇક સિંગલ ચાર્જમાં 125 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે અને તેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં માત્ર 5 કલાકનો સમય લાગશે.

આ ઇલેક્ટ્રિક બાઇકમાં GPS નેવિગેશન, એર કુલિંગ સિસ્ટમ, ડિજિટલ સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપમીટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, જિયો ફેન્સિંગ, USB ચાર્જિંગ પોર્ટ, TFT કલર ડિસ્પ્લે, રિવર્સ આસિસ્ટ અને લો બેટરી ઇન્ડિકેટર્સ જેવા ફિચર્ચ આપવામાં આવ્યા છે. આ બાઇકની ખાસ વાત એ છે કે તેમાં ઇમરજન્સી કોન્ટેક્ટ એલર્ટ સાથે ફોલ એન્ડ ક્રેશ સેન્સર પણ આપવામાં આવ્યું છે જે કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં એક્ટિવ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp