કાઇનેટિક લુનાની 50 વર્ષ પછી ઇલેક્ટ્રિક અવતારમાં થઇ રહી છે વાપસી

PC: bikewale.com

કાઇનેટિક લુના મોપેડ તો યાદ જ હશેને. લગભગ 50 વર્ષ પહેલા 1972માં લોન્ચ થયેલા આ મોપેડે 28 વર્ષો સુધી ભારતીય ગ્રાહકોના દિલો પર રાજ કર્યું હતું. વર્ષ 2000માં તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેના કેટલાક વર્ષો બાદ પણ તે સડકો પર દોડતી જોવા મળતી હતી. હવે તે બજારમાં વાપસી માટે તૈયાર છે. આ વખતે તે ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થશે. કાઇનેટિક લમિટેડે કહ્યું કે, કાઇનેટિક લુના ઇલેક્ટ્રિકના અમુક પાર્ટ્સનું ઉત્પાદન પણ શરૂ થઇ ગયું છે.

તેને કાઇનેટિક ઇ લુના નામ મળી શકે છે, તેને જલ્દી જ બજારમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક લુનાની મુખ્ય ચેસી, મુખ્ય સ્ટેન્ડ અને સ્વિંગ આર્મ સહિત કેટલાક પ્રમુખ હિસ્સાઓને ડેવલપ કરવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રિક મોપેડનું નિર્માણ મહારાષ્ટ્રના અમહદનગરમાં કરવામાં આવશે. કંપનીએ એ પણ કહ્યું કે, પ્રોડક્શન લાઇનમાં શરૂઆતમાં દર મહિને 5000 યૂનિટ્સ તૈયાર કરવાની ક્ષમતા હશે.

કંપનીએ કહ્યું કે, એક સમય હતો કે, જ્યારે પેટ્રોલ એન્જિનથી ચાલતું કાઇનેટિક લુનાનું ખૂબ વધારે વેચાણ થતું હતું. તેમાં એ સમયે 50 CCનું એન્જિન આવતું હતું. કંપનીએ તેના 2000 યૂનિટ્સ પ્રતિદિન પણ વેચ્યા છે.

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અજિંક્ય ફિરોદિયાનું માનવું છે કે, ઇલેક્ટ્રિક લુના પોતાના પેટ્રોલ વર્ઝનની જેમ જ શાનદાર પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, તેમને આશા છે કે, આગામી બેથી ત્રણ વર્ષોમાં આ વ્યવસાયમાં વાર્ષિક 30 કરોડ રૂપિયાથી પણ વધારેનો ગ્રોથ હશે. હાલ KERLએ અપકમિંગ ઇ લુનાની બેટરી, રેન્જ, પાવર, લોન્ચ પેડ વગેરેની કોઇ જાણકારી શેર કરી નથી.

ઇલેક્ટ્રિક લુનાના લોન્ચની ખબર સાંભળ્યા બાદ લોકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, કંપનીએ તેના લોન્ચ વિશેની કોઇ વધારે જાણકારી હજુ સુધી આપી નથી. પણ, સંભાવના છે કે, આજના બજારમાં હાજર ઇલેક્ટ્રિક ટુવ્હીલરને ટક્કર આપવા માટે તેમાં કંપની વધારે રેન્જ ઓફર કરી શકે છે. ઇલેક્ટ્રિક લુનાની કિંમત પણ આક્રામક રાખવામાં આવી શકે છે. કંપની ફરીથી તેનું ધૂમ વેચાણ થાય અને આ મોપેડ લોકોને પસંદ આવે તેના માટે પૂરતા પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp