થોડા દિવસો બાદ ફરીથી ટાટાની કાર મોંઘી થશે, કંપનીએ એલાન કર્યું

PC: tatamotors.com

થોડા દિવસો બાદ ફરીથી ટાટા મોટર્સની કાર મોંઘી થવા જઇ રહી છે. ટાટા મોટર્સે ઘોષણા કરી છે કે, કંપની પોતાના પેસેન્જર વ્હીકલ પોર્ટફોલિયોની કિંમતોને અપડેટ કરવા જઇ રહી છે. કંપની તરફથી આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, ટાટા મોટર્સ આગામી 17મી જુલાઇથી પોતાના વાહનોની કિંમતમાં વધારો કરવા જઇ રહ્યું છે, જોકે, 16મી જુલાઇ સુધી બુક કરાવવા પર વાહનો પર હાલની કિંમત જ લાગૂ થશે. તેથી તમે પણ જો ટાટાની કોઇ કાર ખરદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે ઉતાવળ કરવી જોઇએ.

ટાટા મોટર્સ પોતાની પેટ્રોલ અને ડીઝલ કાર્સ તથા ઇલેક્ટ્રિક કાર્સ બન્ને પેસેન્જર વેહિકલ્સની કિંમત વધારવા જઇ રહી છે. કંપની અનુસાર, દરેક મોડલ તથા દરેક વેરિયેન્ટ પર ભાવ વધારો 0.6 ટકા સુધી વધવાની આશા છે. હાલ એ નથી કહેવાયું કે, કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે, તે અલગ અલગ વેરિયેન્ટ પર નિર્ભર હશે.

કંપનીનું કહેવું છે કે, વાહનોના નિર્માણમાં વધતા ઇનપુટ કોસ્ટ અને કાચા માલના ભાવમાં વધારાના કારણે વાહનોના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 16મી જુલાઇ સુધી કરવામાં આવેલા બુકિંગ અને 31મી જુલાઇ સુધી જે વાહનોની ડિલીવરી થવાની છે તેમની કિંમતો પર કોઇ અસર ન પડશે. નવી કિંમતો ફક્ત એ જ વાહનો પર લાગૂ થશે કે જે વાહનોને 17મી જુલાઇથી બુક કરવામાં આવશે.

ટાટા મોટર્સ સતત પોતાના વેહિકલ પોર્ટફોલિયોને અપડેટ કરી રહી છે. કંપનીએ આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાની આવનારી ઇલેક્ટ્રિક SUV Harrier EVની એક તસવીર શેર કરી છે. જાણકારી અનુસાર, આ કાર આગામી 2024 સુધી બજારમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. જોકે, હાલ તેની ડ્રાઇવિંગ રેન્જ અને સ્પેસિફિકેશન્સ વિશે કંઇ વધુ જાણકારી નથી મળી શકી. પણ, માનવામાં આવી રહ્યું છએ કે, આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે.

ટાટાની સાથે સાથે જ મહિન્દ્રા પણ પોતાની ઇલેક્ટ્રિક કારના પોર્ટફોલિયોમાં સતત વધારો કરી રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીના આવનારા ભવિષ્ય માટે ઇલેક્ટ્રિક કાર્સને વધુ મહત્વ અપાઇ રહ્યું છે અને ભારત સરકાર પણ ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp