Scorpio N પછી Mahindraએ હવે આ કારની પણ કિંમત વધારી, જાણો નવી કિંમતો

PC: indiacarnews.com

Mahindra And Mahindraએ ફરીથી એક વખત SUV ખરીદનારા લોકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાની જાણતી Scorpio N પછી હવે XUV700ની કિંમત પણ વધારી દીધી છે. Mahindra XUV700ની કિંમતમાં 64000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તેની કિંમત 13.45 લાખ રૂપિયાથી શરૂ થઈને 25.48 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડિઝલ એન્જિન ઓપ્શનની સાથે જ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિયન્ટ્સવાળી આ SUV પોતાના પાવરફુલ લૂક અને લેટેસ્ટ ફીચર્સના કારણે સૌની ફેવરિટ થઈ ગઈ છે.

કિંમતમાં વધારા પછી હવે XUV700 SUV પેટ્રોલ મેન્યુઅલ વેરિયન્ટ્સની કિંમત 13.45 લાખ રૂપિયાથી લઈને 19.88 લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે. જ્યારે XUV700 પેટ્રોલ ઓટોમેટિક વેરિયન્ટ્સની કિંમત 17.61 લાખથી લઈને 23.60 લાખ રૂપિયા સુધીની થઈ ગઈ છે. XUV700 SUV ડીઝલ મેન્યુઅલ વેરિયન્ટના કિંમત 13.96 લાખ રૂપિયાથી લઈને 22.32 લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે. જ્યારે ઓટોમેટિક વેરિયન્ટના કિંમત 23.74 લાખથી લઈને 25.48 લાખ રૂપિયા સુધી થઈ ગઈ છે. આ બધી એક્સ શોરૂમ કિંમત છે.

Mahindraની બીજી SUV કારની કિંમત અંગે વાત કરીએ તો Mahindra XUV700 MX MT 5 સીટર વેરિયન્ટની કિંમત 13.45 લાખ રૂપિયા, Mahindra XUV700 AX3 MT 5 સીટર વેરિયન્ટની કિંમત 15.89 લાખ રૂપિયા, Mahindra XUV700 AX AT 5 સીટર વેરિયન્ટની કિંમત 17.61 લાખ રૂપિયા, Mahindra XUV700 AX5 MT 5 સીટર વેરિયન્ટની કિંમત 17.20 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Mahindra Scorpio Nની કિંમતમાં સૌ પ્રથમ કંપનીએ વધારો કર્યો હતો. આ ગાડીની કિંમતમાં કંપનીએ 75000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. Mahindra Scorpio Nની કિંમત 12.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 24.05 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ કાર 6 સીટર અને સ7 સીટર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ગાડીમાં કંપનીએ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટ આપ્યા છે. તેમાં 2.2 લિટર ડીઝલ એન્જિન બે પાવર ટ્યુનિંગ અને 175 PSની સાથે આપવામાં આવ્યું છે. તેના 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનું આઉટપુટ 203 PS છે. બંને એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સની ચોઈસ મળે છે. આ SUV કારમાં 8 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp