26th January selfie contest

લોન્ચના દિવસે જ Hyundai Vernaનો થયો અકસ્માત! બાઇક સાથેની ટક્કરમાં ડેમેજ થઈ કાર!

PC: cartoq.com

સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈએ હાલમાં જ ભારતીય બજારમાં પોતાની પ્રખ્યાત સેડાન કાર ‘Hyundai Verna’નું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કર્યું હતું. ખૂબ જ આકર્ષક લૂક અને શાનદાર એન્જિન ક્ષમતાથી સજેલી સેડાન કારને 65 કરતા વધુ સેફ્ટી ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે, પરંતુ એ પહેલા કે આ કાર રસ્તા પર પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડી શકે એ પહેલા જ, ઈન્ટરનેટ પર એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી Hyundai Vernaના લોન્ચ થયાના થોડા કલાક બાદ જ તેનું એક્સિડન્ટ થઈ ગયું.

જો કે, એક્સિડન્ટ થવું કોઈ નવી વાત નથી, પરંતુ વીડિયોમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એક્સિડન્ટ Hyundai Verna અને બુલેટ વચ્ચે થયું છે. યુટ્યુબ પર ઓટો XP નામની એક ચેનલ દ્વારા આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નવી Hyundai Verna રસ્તાના કિનારે ઊભી છે અને કારનું ફ્રન્ટ ગ્રીલ અને બોનટ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના કાર અને રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 (જેને વીડિયોમાં બુલેટ કહેવામાં આવે છે) બાઇક વચ્ચે થઈ વચ્ચે આ અકસ્માતમાં બાઇક સવાર બે છોકરા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે.

 

હ્યુન્ડાઈએ હાલમાં જ શરૂ થયેલા એક ઇવેન્ટ દરમિયાન પોતાની આ સેડાન કારને લોન્ચ કરી હતી. નવી Hyundai Vernaના ક્રેશની આ પહેલી ઘટના છે, જે લોન્ચ થયાના માત્ર થોડા જ કલાક બાદ જ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કાર સ્થાનિક હ્યુન્ડાઇ ડીલરશિપની હતી અને અત્યારે આ ઘટના બાબતે ડીલરશિપ કે કંપનીના અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. અત્યારે આ બાબતે જાણકારી મળી શકી નથી કે આખરે આ એક્સિડન્ટ કઈ રીતે થયું અને તેની પાછળ કારણ શું છે.

કેવી છે નવી Hyundai Verna:

નવી Hyundai Vernaને કંપનીએ બે એન્જિન વિકલ્પ સાથે રજૂ કરી છે. તેમાં 1.5I MPi પેટ્રોલ એન્જિન નેચરલ એસ્પિરેટેડ એન્જિન આપવામાં આવ્યું છે કે 115hpનો પાવર અને 143.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેને 6 સ્પીડ મેન્યુઅલ અને એક ઇન્ટેલિજેન્ટ વેરિએબલ ટ્રાન્સમિશન (IVT) સાથે જોડવામાં આવ્યું છે. કંપનીએ આ કારને એક સ્પોર્ટીયર 1.5 ટર્બો GDi પેટ્રોલ એન્જિનથી પણ લેસ કરી છે, જે 160hpનો પાવર અને 253 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેને પેડલ શિફ્ટર્સ સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન કે 7 સ્પીડ DTC ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

હ્યુન્ડાઈનો દાવો છે કે, Vernaનું નેચરલ એસ્પિરેટેડ વર્ઝનનું મેન્યૂઅલ વેરિયન્ટ 18.6 kmpl (MT) અને IVT વેરિયન્ટ 19.6 kmplની એવરેજ આપવામાં સક્ષમ છે. આ ટર્બો વેરિયન્ટ વધારે પાવરફૂલ હોવા છતા તેનું મેન્યૂઅલ વેરિયન્ટ 20 kmpl (MT) અને ઓટોમેટિક વેરિયન્ટ (DCT) 20.6 kmplની એવરેજ આપે છે. Hyundai Verna લેવલ-2 ADAS, હિટેડ અને વેન્ટિલેટેડ ફ્રન્ડ સીટ્સ અને પાવર્ડ ડ્રાઈવર સીટ્સ સહિત ઘણા ફર્સ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સથી લેસ છે. નવી Hyundai Vernaમાં કંપનીએ સ્ટાન્ડર્ડ તરીકે 30 સેફ્ટી ફીચર્સ અને ઓવરઓલ 65 સેફ્ટી ફિચર્સને સામેલ કર્યા છે. આ કારની શરૂઆતી કિંમત 10.89 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp