- Tech and Auto
- એમેઝોને સેમસંગ ગેલેક્સી બડ્સ 2 પ્રોના ઓર્ડર રદ કર્યા, રૂ.8100નું ડિસ્કાઉન્ટ હતું
એમેઝોને સેમસંગ ગેલેક્સી બડ્સ 2 પ્રોના ઓર્ડર રદ કર્યા, રૂ.8100નું ડિસ્કાઉન્ટ હતું
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલુ છે. 8 ઓક્ટોબરથી શરૂ થયેલા આ સેલમાં ઘણી પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર જોવા મળી રહી છે. એવી કેટલીક ઑફર્સ હતી જેના પર વિશ્વાસ ન કરી શકાય. આવી જ એક ઓફર Samsung Galaxy Buds 2 Pro પર ઉપલબ્ધ હતી, જેને કંપનીએ રૂ. 2,889ની કિંમતે વેચી છે.
આ ઉપકરણને બમ્પર ડિસ્કાઉન્ટ પછી વેચાણમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે તેની કિંમત 10,999 રૂપિયા છે, પરંતુ સેલમાં તેની કિંમત ઘટીને 2889 રૂપિયા થઈ ગઈ છે. ઘણા ગ્રાહકોએ આ તક જવા દીધી ન હતી અને આ સેમસંગ ગેલેક્સી બડ્સ 2 પ્રો ઓર્ડર કરી હતી. જોકે, એમેઝોન હવે આ ઑફર્સ રદ કરી રહ્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

હકીકતમાં, Galaxy Buds 2 Pro એમેઝોન સેલમાં 70 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું હતું. ઘણા લોકોએ તેનો ઓર્ડર પણ આપી દીધો હતો. હવે યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ ઓર્ડર કેન્સલેશન થયાની માહિતી શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સના મતે તેમને નકલી પ્રોડક્ટ મળી રહી છે.

ફેસ્ટિવ સેલ દરમિયાન, યુઝર્સે 8,099 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર Galaxy Buds 2 Proનો ઓર્ડર આપ્યો હતો. આ ડિસ્કાઉન્ટ SBI કાર્ડનો ઉપયોગ કરવા પર ઉપલબ્ધ હતું. આ પછી ઉપકરણની અંતિમ કિંમત ત્રણ હજાર રૂપિયાથી ઓછી થઈ ગઈ. એમેઝોને પાછળથી ગ્રાહકોના ઓર્ડર રદ કર્યા.

કંપનીએ કહ્યું કે, અમુક ટેકનિકલ સમસ્યાઓના કારણે આ પ્રોડક્ટની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો હતો, જે એક ભૂલ હતી. જેના કારણે કંપની તેમનો ઓર્ડર કેન્સલ કરી રહી છે. જો કે એમેઝોનના આ પગલાથી યુઝર્સ ખુશ નથી. Samsung Galaxy Buds 2 Proએ પ્રીમિયમ બડ્સ છે. આવી સ્થિતિમાં, જો કોઈએ 70 ટકા ડિસ્કાઉન્ટમાં આ સેમસંગ ગેલેક્સી બડ્સ 2 પ્રો મંગાવી હોય અને તે તેમને મળે નહિ તો લોકો ફરિયાદ તો કરવાના જ.
વાત અહીં પૂરી નથી થતી. કેટલાક અન્ય વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે કે, તેમને નકલી ઉત્પાદનો મોકલવામાં આવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, Samsung Galaxy Buds 2 Pro અત્યારે એમેઝોન પર 6,491 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમે તેને SBI ક્રેડિટ કાર્ડ પેમેન્ટ દ્વારા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકશો.

