ભવિષ્યમાં ઉડનારી બાઈક પર જોવા મળશે આ લોકો, જાણો શું કહ્યું આનંદ મહિન્દ્રાએ

PC: tv9hindi.com

હવે ઉડનારી બાઈક કોન્સેપ્ટમાંથી બહાર નીકળીને હકીકત બની ગઈ છે. હાલમાં જ જાપાનમાં એક સ્ટાર્ટઅપ Aerwins Technologyએ હવામાં ઉડનારી બાઈકને શોકેસ કરી છે. દુનિયાની પહેલી ફ્લાઈંગ હોવરબાઈકને સ્ટાર્ટઅપે ડેટ્રાયટ ઓટો શો દરમિયાન જાહેર કરી હતી અને આ બાઈક પર ઘણી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. હવે દેશના જાણીતા ઉદ્યોગપિ આનંદ મહિન્દ્રાએ આ ફ્લાઈંગ બાઈકનો વીડિયો શેર કરી એક સંદેશો સૌની સાથે શેર કર્યો છે.

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે સૌને ખબર જ છે અને આયે દિવસ તેઓ કંઈ રસપ્રદ અને મોટિવેશનલ વીડિયોઝ અને ફોટોઝ લોકો સાથે શેર કરતા રહે છે. તેવી જ રીતે તેમણે ટ્વીટર પર આ ફ્લાઈંગ બાઈકનો વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે- એક જાપાની સ્ટાર્ટઅપથી ઉડનારી બાઈક, યુએસમાં લગભગ 800કે ડોલરનો ખર્ચ આવશે. મને સંદેહ છે કે તેનો ઉપયોગ મુખ્ય રૂપથી દુનિયાભરના પોલીસ બળો માટે કરવામાં આવશે. ફિલ્મોમાં કેટલીક રસપ્રદ અને નવા બદલાવ માટે સારી રહેશે. જણાવી દઈએ કે આ વીડિયો સપ્ટેમ્બર 2022માં રોયટર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ Aerwins Technology પહેલાથી જ આ બાઈકને જાપાનમાં લોન્ચ કરી ચૂકી છે. જ્યાં તેનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. તેના નાનકડા વર્ઝનને અમેરિકાના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યાં તેની કિંમત આશરે 6.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ વીડિયોમાં બાઈકના ટ્રાયલ રનને દેખાડવામાં આવ્યો છે. જે ડેટ્રોએટના મિશિગનમાં કરવામાં આવ્યો હતો. આ બાઈક 40 મિનિટ સુધી હવામાં ઉડવા માટે સક્ષમ છે અને તેની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની છે.

300 કિગ્રા વજન ધરાવનારા આ હોવરબાઈકની લંબાઈ 3.7 મીટર, પહોળાઈ 2.4 મીટર અને ઊંચાઈ 1.5 મીટર છે. આ ફ્લાઈંગ બાઈક 100 કિગ્રા સુધીનું વજન ઉઠાવવામાં સક્ષમ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બાઈક ત્રણ કલર ઓપ્શન રેડ, બ્લેક અને બ્લૂમાં ઉપલબ્ધ છે. આ બાઈકને ઉડાવવા માટે પાયલટનું લાયસન્સ જોઈએ કે નહીં તેના જવાબમાં કંપનીએ કહ્યું હતું કે, આ હોવરબાઈક જાપાનમાં વેચવામાં આવી રહી છે અને અહીંની સરકારે તેને એરક્રાફ્ટ કેટેગરીમાં રાખી નથી આથી તેને ચલાવવા માટે પાયલટ લાયસન્સની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp