Apple કંપનીના બે સ્ટોર્સ ઇન્ડિયાના 2 સિટીમાં શરૂ થશે. જાણો તેમાં શું હોય છે ખાસ?

PC: indiatoday.in

Appleનું પહેલું સ્ટોર ભારતમાં આગામી મહિને ખૂલી રહ્યું છે. અત્યાર સુધી કંપની ભારતમાં ઓથોરાઇઝ્ડ રિટેલર્સ અને ઓનલાઇન સ્ટોર્સ દ્વારા પોતાના પ્રોડક્ટ્સ વેચતી હતી. રિપોર્ટ્સ મુજબ, ભારતનું પહેલું Apple સ્ટોર મુંબઇમાં ખુલશે અને ત્યારબાદ દિલ્હીમાં કંપની પોતાનું ફ્લેગશીપ સ્ટોર ખોલશે. ઘણા સમયથી ભારતમાં Apple સ્ટોર ઓપન થવાના રિપોર્ટ્સ આવતા રહ્યા છે, પરંતુ હવે Appleના ફેન્સને કંપની જલદી જ ભેટ આપવાની છે.

રિપોર્ટ્સ મુજબ, મુંબઈ અને દિલ્હી બંને જ જગ્યાએ કંપનીએ Apple સ્ટોર માટે ફિટઆઉટ તૈયાર કરી લીધું છે. દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે મુંબઈથી પહેલા દિલ્હીમાં Apple સ્ટોરનું ફિટઆઉટ ફિનિશ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પહેલું સ્ટોર મુંબઇમાં જ ખુલશે. મુંબઈ Apple સ્ટોર ભારતમાં Appleનું ફ્લેગશિપ સ્ટોર હશે. જો કે, Appleએ અત્યાર સુધી ભારતમાં નવા સ્ટોર ઓપન કરવાની સત્તાવાર જાણકારી આપી નથી. એટલે એપ્રિલમાં કયા દિવસે આ સ્ટોર ઓપન થશે, તેની કોઈ જાણકારી નથી.

Apple Insiderના રિપોર્ટ્સ મુજબ, મુંબઈનું Apple સ્ટોર 22 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું હશે. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈનું Apple સ્ટોર Jio World Drive મોલમાં હશે. તો દિલ્હીમાં Apple સ્ટોર સિલેક્ટ સિટી મોલ સાકેતમાં ખુલશે, પરંતુ મુંબાઈવાળા Apple સ્ટોરથી ઓછો એરિયો હશે. દિલ્હી Apple સ્ટોર 10 હજાર સ્ક્વેર ફૂટમાં હશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે, પહેલું Apple સ્ટોર ખોલવા માટે Tim Cook ભારત આવે છે કે નહીં. સંભવ છે કે, લોન્ચ દરમિયાન Tim Cook ઓનલાઇન વીડિયો કોલના માધ્યમથી જોડાઈ શકે છે.

Apple સ્ટોર્સમાં સામાન્ય રીતે રિટેલ સ્ટોર્સની તુલનામાં ઓછા પ્રોડક્ટ્સ હોય છે, પરંતુ મોટા ભાગના હાઇ પ્રોડક્ટ્સ અહીં મળી જશે, જે બીજી જગ્યાએ નહીં મળે. Apple સ્ટોરમાં યુઝરના એક્સપિરિયન્સ પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક ગ્રાહકની હેસલ ફ્રી એક્સપિરિયન્સ મળે તેના માટે કંપની ખાસ કરીને એવા લોકોને રાખે છે જે ગ્રાહકોને પ્રોડક્ટ બાબતે સારી રીતે બતાવી શકે. જોવામાં Apple સ્ટોર ખૂબ ગ્રાન્ડ લાગે છે. સામાન્ય રીતે બીજી સ્માર્ટફોન કંપનીઓના સ્ટોર્સ એવા હોતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp