ચાર્જમાં મૂકેલા iPhoneને તકિયા નીચે રાખી સૂવુ ભારે પડી શકે છે, Appleએ ચેતવ્યા

PC: joe.co.uk

Appleએ પોતાના યૂઝર્સ માટે એક ચેતવણી બહાર પાડી છે. કંપનીનું કહેવું છે કે જ્યાં ફોન ચાર્જ થઇ રહ્યો છે એજ જગ્યા પર સૂઈ જવું ખૂબ જ ખતરનાક છે. કંપનીએ લોકોને ફોન ચાર્જ કરવાની યોગ્ય રીત જણાવી છે અને સાથે જ ફોન ચાર્જ સમયે તેની સાથે જ સૂવાના નુકસાન પણ ગણાવ્યા છે. જુઓ કંપનીનું શું કહેવું છે....

Appleએ કહ્યું છે કે, રાતે સૂતા સમયે ફોનને ચાર્જ પર લગાવી બરાબર તેની બાજુમાં જ સૂઈ જવું જોઇએ નહીં. તેને લીધે આગ, ઈલેક્ટ્રિક શોક, ડેમેજ વગેરેનો ખતરો વધી જાય છે. આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે લોકોએ ફોનને એ જગ્યા પર ચાર્જમાં લગાવવો જોઇએ જ્યાં વેન્ટિલેશન સારું હોય.

આ કામ જરા પણ ન કરો

જો તમારી આદત છે કે તમે તકિયા કે કંફટરની નીચે ફોન ચાર્જ કરો છો તો તમારે આ આદત બદલવાની રહેશે. આના કારણે ડિવાઈસના ગરમ થવાનો ખતરો વધી જાય છે. Appleએ ચોખ્ખી રીતે કહ્યું કે ડિવાઈસ, પાવર એડેપ્ટર કે વાયરલેસ ચાર્જરની બાજુમાં સૂવું ન જોઇએ. Appleએ કહ્યું કે iPhone, પાવર એડેપ્ટર અને વાયરલેસ ચાર્જરને હંમેશા ત્યાં જ રાખવા જોઇએ જ્યાં વેન્ટિલેશન સારું હોય. સાથે જ કંપનીનું કહેવું છે કે Appleના પ્રોડક્ટ્સ માટે સસ્તા અલ્ટરનેટિવનો ઉપયોગ ન કરવામાં આવે. કારણ કે તે ફોનને ડેમેજ કરી શકે છે. સાથે જ આઈફોનનો ઉપયોગ કરનારાઓને કંપનીના કેબલ્સનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

Appleનું કહેવું છે કે, આઈફોનને થર્ડ પાર્ટી કેબલ્સ અને પાવર એડપ્ટરથી ચાર્જ કરવું સંભવ છે પણ ત્યારે જ્યારે આ પ્રોડક્ટ્સ USB 2.0 કે તેના પછીના સ્ટાન્ડર્ડને પૂરા કરતા હોય. Appleની ચેતવણી ચાર્જિસ સમયે સૂવા સુધી જ સીમિત નથી. આ ઉપરાંત કંપનીએ એ પણ કહ્યું કે, ફોનને કોઇપણ રીતના લિક્વિડ કે પાણીની પાસે પણ ચાર્જિંગમાં મૂકવો જોઇએ નહીં. આનાથી ફોન ખરાબ થઇ શકે છે. ખરાબ કેબલ કે ચાર્જરનો ઉપયોગ કરવાથી કે ભેજને લીધે ચાર્જરમાં આગ લાગી શકે છે. એટલું જ નહીં કરંટ પણ લાગી શકે છે. આનાથી નુકસાન થવાની સંભાવના છે. અંતમાં Appleએ સલાહ આપી છે કે ગાઈડલાઇન્સનું પાલન કરો અને સિક્યોરિટીને પ્રાથમિકતા આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp