એશિયામાં પહેલી વખત ચૈન્નેમાં 78 વર્ષના દર્દીના ફેફસાં બદલવામાં આવ્યા

PC: thehindu.com

ભારતીય ડૉક્ટરોએ ફરી એક વખત કમાલ કરી દેખાડી છે. 78 વર્ષીય એક દર્દીના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. એશિયામાં એમ પહેલી વખત થયું છે, જ્યારે આ ઉંમરના કોઈ દર્દીનું દ્વિપક્ષીય લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. દર્દીને શ્વાસ લેવામાં ગંભીર પરેશાની થઈ રહી હતી. તેની સાથે જ તે રેસ્પિરેશન ન્યૂમોનિયાથી પણ ઝઝૂમી રહ્યો હતો. બંગ્લોરના રહેવાસી આ વૃદ્ધ દર્દીને ખાનગી હૉસ્પિટલમાં 15 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ પર પણ રાખવામાં આવ્યો. તે 50 દિવસો કરતા વધુ સમયથી ECMO સપોર્ટ પર પણ રહ્યો.

ત્યારબાદ ડૉક્ટરોએ તેને ચૈ્ન્નેની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો, જ્યાં તેની સફળ સર્જરી કરવામાં આવી. બેંગ્લોરના રહેવાસી સુભાષ (નામ બદલ્યું છે) એક સેવાનિવૃત્ત મિકેનિકલ એન્જિનિયર છે. થોડા સમયથી પોતાના પરિવાર સાથે કેલિફોર્નિયામાં રહેતો હતો. તે પોતાની ભત્રીજીના લગ્નમાં સામેલ થવા માટે ભારત આવતો રહ્યો હતો. બધુ બરાબર હતું. જે દિવસે તે ભારત આવ્યો, રાત્રે સૂતી વખત તેને શ્વાસ લેવામાં પરેશાની થઇ. તે શ્વાસ લઈ શકતો નહોતો, આખું શરીર પરસેવાથી ભીનો થઈ ગયો હતો.

એ જોઈને પરિવારજનો ગભરાઈ ગયા અને તેને બેંગ્લોરની એક હૉસ્પિટલમાં લઈ ગયા. ત્યાં હૉસ્પિટલમાં ખબર પડી કે ભોજનના કેટલાક કણ તેના ફેફસામાં જતા રહ્યા છે. સુભાષનું ઑક્સિજન લેવલ 40 ટકાથી ઓછું હોવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. જો કે તેની સ્થિતિમાં કોઈ સુધાર ન થયો અને તેમને એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઑક્સિજન (ECMO) પર સારવાર શરૂ કરવામાં આવી. તેમના ફેફસામાં કોઈ સુધાર ન થયો. હૉસ્પિટલથી તેમને ચેન્નાઈમાં રેફર કરી દેવામાં આવ્યા.

અહી ડૉક્ટર્સની ટીમ બનાવવામાં આવી. વિચાર-વિમર્શ બાદ તેના હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી. બધા ફાયદા અને નુકસાનને ધ્યાનમાં રાખતા પરિવાર સાથે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની વાત થઈ. પ્રોસેસ બાદ દર્દીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને બ્રેન ડેડ દર્દીના લંગ્સ ડોનેશનની રાહ જોવામાં આવી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ મિકેનિકલ સર્ક્યૂલેટરી સપોર્ટના ડિરેક્ટર અને સલાહકાર કાર્ડિયો થોરેસિક અને વેસ્કૂલર સર્જન ડૉક્ટર કે.આર. બાલાકૃષ્ણને જણાવ્યું કે, સર્જરીના તુરંત બાદ દર્દીને ICUમાં શિફ્ટ કરી દીધો છે.

તેમણે કહ્યું કે, અમે દર્દીના ઉચ્ચ જોખમવાળા દ્વિપક્ષીય ફેફસા ટ્રાન્સપ્લાન્ટના સફળ પરિણામથી રોમાંચિત છે. દર્દી અત્યારે પૂરી રીતે ફિટ છે. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ અને ઇન્ટરવેન્શનલ પાલ્મોનોલૉજી વિભાગના ક્લિનિકલ ડિરેક્ટર અને કન્સલ્ટેન્ટ ડૉ. અપાર જિંદલે કહ્યું કે, આ જટિલ સર્જરીની સફળતા મોટી ઉપલબ્ધિ છે. બંને ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ એક સર્જીકલ ટેક્નિકથી કરવામાં આવ્યું. સર્જરી દરમિયાન એક-એક કરીને બંને ખરાબ ફેફસાને હટાવવામાં આવ્યું, પછી ડૉનરના ફેફસાને દર્દીના શ્વાસ લેવાની નળી અને દિલથી આવવા જવાનું બ્લડ વેસલ્સમાં જોડવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp