માણસોના રહેવાલાયક મળ્યો એક એવો ગ્રહ, જ્યાં છે પાણીની સંભાવના, જાણો તેની ખાસિયતો

PC: futurecdn.net

ધરતીથી 31 પ્રકાશ વર્ષ દૂર એક એવો એક્સોપ્લેનેટ મળ્યો છે, જ્યાં જીવન સંભવ છે. ત્યાં માણસ રહી શકે છે. અત્યારસુધી વૈજ્ઞાનિકોએ 5200 કરતા વધુ એક્સોપ્લેનેટ શોધ્યા છે. પરંતુ, માત્ર 200 જ એવા છે, જે રહેવા લાયક હોઈ શકે છે. આ એક્સોપ્લેનેટનું નામ Wolf 1069b છે. તેને શોધવામાં દુનિયાભરના 50 વૈજ્ઞાનિક લાગ્યા હતા. તેમણે એ વાતની પુષ્ટિ કરી છે કે તે પોતાના રેડ ડ્વાર્ફ તારા Wolf 1069 ની ચારેબાજુ ચક્કર લગાવી રહ્યા છે. Wolf 1069bની શોધ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે અહીંની દુનિયા પથરાળ છે. તે ધરતીના વજનથી 1.26 ગણો વધુ વજની છે. પૃથ્વીથી 1.08 ગણો મોટો છે.

Wolf 1069b પોતાના તારાથી એટલા અંતરે છે કે ત્યાં જીવન શક્ય છે. સાથે જ અહીં પાણી હોવાની પણ સંભાવના છે. જર્મની સ્થિત મેક્સ પ્લૈંક ઈન્સ્ટીટ્યૂટ ફોર એસ્ટ્રોનોમીની વૈજ્ઞાનિક ડાયના કોસાકોવસ્કીએ જણાવ્યું કે, અમે Wolf 1069bની જે પણ સ્ટડી કરી છે, તેમા એ વાત સ્પષ્ટ થાય છે કે ત્યાં જીવન સંભવ છે. ડાયનાએ જણાવ્યું કે, તે પોતાના તારાની ચારેબાજુએ 15.6 દિવસમાં ચક્કર લગાવી રહ્યો છે. જેમ કે, બુધ ગ્રહ આપણા તારા એટલે કે સૂરજની ખૂબ જ નજીક છે. તે સૂરજની ચારેબાજુએ ઓછાં સમયમાં ચક્કર લગાવે છે, પરંતુ તે રહેવા લાયક અંતર પર છે.

તેનો તારો એક રેડ ડ્વાર્ફ છે. એટલે કે તે આપણા સૂરજથી નાનો છે. સાથે જ તે સૂરજથી આશરે 65 ટકા ઓછાં રેડિએશન પેદા કરે છે. તેનાથી એ જાણકારી મળે છે કે અહીં રહેવુ સરળ હોઈ શકે છે. સપાટીનું તાપમાન માઇનસ 95.15 ડિગ્રી સેલ્સિયસથી 12.85 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. સરેરાશ તાપમાન માઇનસ 40.14 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે આ ગ્રહ પર તાપમાન પ્રમાણે પણ રહી શકાય છે. ડાયનાએ જણાવ્યું કે, એક ખાસ વાત એ છે કે, Wolf 1069b પોતાના તારા પાસે લોક્ડ પોઝિશન પર છે. એટલે કે, એક તરફ હંમેશાં અજવાળું અને બીજી તરફ હંમેશાં અંધારું. જેવી રીતે આપણી ધરતીની ચારેબાજુએ ચંદ્ર ચક્કર લગાવે છે. તેના પણ એક હિસ્સામાં પ્રકાશ રહે છે અને બીજામાં અંધારું. તેનો મતલબ ત્યાં ધરતીની જેમ દિવસ-રાતનો ફોર્મ્યૂલા નથી. એટલે કે, દિવસવાળા વિસ્તારમાં રહી શકાય.

આ ગ્રહને CARMENES ટેલિસ્કોપથી શોધવામાં આવ્યો છે. 11.5 ફૂટ ઊંચુ આ ટેલિસ્કોપ સ્પેનના કાલાર એલ્ટો ઓબ્ઝરવેટરીમાં છે. Wolf 1069b ધરતીની નજીક શોધવામાં આવેલો છઠ્ઠો રહેવાલાયક ગ્રહ છે. આ ઉપરાંત, જે અન્ય ગ્રહ છે- પ્રોક્સિમા સેંટોરી બી, જીજે 1061ડી, ટીગાર્ડેન્સ સ્ટાર સી અને જીજે 1002 બી અને સી. હાલ, આ ગ્રહો પર બાયોસિગ્નેચર શોધવામાં આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે જીવન કેટલું સંભવ છે. જોકે, તે સરળ નથી. ડાયના કહે છે કે, કોઈ બહારના ગ્રહ પર જીવનની હાજરીની જાણકારી મેળવવામાં આશરે દસ વર્ષ વધુ લાગશે. આપણે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી પણ Wolf 1069bના પર્યાવરણ વિશે વધુ ના જાણી શકીએ કારણ કે, તે ટ્રાન્ઝિશનમાં છે. આવા ગ્રહોને ટ્રાન્સમિશન સ્પેક્ટોરોસ્કોપીથી જોવુ યોગ્ય નથી હોતું, જ્યારે દુનિયાનું સૌથી તાકાતવર સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ પણ આ જ કામ કરશે. આ સ્ટડી હાલમાં જ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં છપાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp