ભારતમાં લોન્ચ થઈ Audiની આ ઈલેક્ટ્રિક કાર, કિંમત જાણીને દૂર ભાગશો

PC: indiatoday.com

લગ્ઝરી ઓટોમેકર કંપની ઓડી ઈન્ડિયાએ ભારતમાં Q8 e-tron લોન્ચ કરી દીધી છે. આ કાર દમદાર રેન્જ અને એગ્રેસિવ સ્ટાઈલની સાથે આવશે. Q8 e-tronમાં અપડેટેડ ડ્યુઅલ મોટર લે-આઉટની સાથે 114kWhની બેટરી આપવામાં આવશે. પહેલાવાળી Q8 e-tronની તુલનામાં નવું 55 વેરિયન્ટ 600 કિમી પર વધારે રેન્જ આપવામાં સક્ષમ રહેશે. કંપનીનો દાવો છે કે આ કાર 5.6 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ રહેશે. આ કાર 408 એચપીનો પાવર અને 664 એનએમનો ટોર્ક જનરેટ કરશે.

Q8 e-tronમાં ચાર્જિંગની વાત કરીએ તો ડીસી ફાસ્ટ ચાર્જરથી Q8 e-tron માત્ર 31 મિનિટમાં 10-80 ટકા સુધી ચાર્જ થઇ શકશે. 505 કિમી રેન્જવાળી Q8 e-tron 50માં પણ છે. સ્ટાઈલના મામલામાં નવી Q8 e-tron બ્લેક ગ્રિલ સરાઉન્ડ, લાઇટ બારની સાથે નવી 2ડી ગ્રિલની સાથે વધારે અગ્રેસિવ લાગે છે. બંપરની ડિઝાઈન પણ બદલવામાં આવી છે. Q8 e-tronના ફીચર્સની વાત કરીએ તો ટ્વીન ટચસ્ક્રીન ડિઝાઈન અને ઓડી ડિજીટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરની સાથે હીટેડ/વેન્ટીલેશન અને મસાજ સીટો સામેલ છે.

Q8 e-tronમાં 16 સ્પીકર બેગ અને ઓલ્ફસેન ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત પેનારોમિક સનરૂફ, 360 ડિગ્રી વ્યૂ કેમેરા જેવા ફીચર્સથી સજ્જ છે. Q8 e-tronની સૌથી ખાસ વાત એ છે કે તમે આ કારનું ગ્રાઉન્ડ ક્લીઅરેંસ વધારી શકો છો. સાથે જ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ ક્લીઅરેંસ પણ સારું છે. જે ભારતીય રસ્તાઓ પ્રમાણે સારું છે.

વધુ એક ખાસ વાત એ છે કે, આમાં તમે કારને બંને તરફથી ટ્વીન ચાર્જિંગ પોર્ટ મળે છે. જેનાથી કારને ચાર્જ કરવામાં સરળતા રહે છે. પ્રતિસ્પર્ધાની વાત કરીએ તો Q8 e-tronને વધારે ટક્કર આપે એવી કાર આવી નથી. પણ સાઇઝ અને પાવરના મામલામાં BMW iX આ કારની મુખ્ય પ્રતિસ્પર્ધી છે.

આ કારની બુકિંગ શરૂ કરી દેવામાં આવી છે. જેને 5 લાખ રૂપિયાના ટોકન અમાઉન્ટ આપીને બુક કરાવી શકાય છે. આ કારને ભારતમાં બે અલગ અલગ બોડી ટાઇપમાં રજૂ કરવામાં આવી છે. એક છે SUV વર્ઝન અને બીજુ છે સ્પોર્ટબેક. આ કાર કુલ 9 એક્સટીરિયર અને 3 ઈન્ટીરિયર શેડ્સમાં અવેલેબલ રહેશે.

કલર- આ કારને મદીરા બ્રાઉન, ક્રોનોસ ગ્રે, ગ્લેશિયર વ્હાઈટ, મિથોસ બ્લેક, પ્લાઝ્મા બ્લૂ, સોનેરા રેડ, મેગ્નેટ રેડ, સિયામ બેજ અને મેનહેટ્ટન ગ્રેમ કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવી છે. તો કારના ઈન્ટીરિયર થીમની વાત કરીએ તો તેમાં ઓકાપી બ્રાઉન, પર્લ બેજ અને બ્લેક કલર ઓપ્શન સામેલ છે.

ભારતમાં Q8 e-tronની કિંમત( એક્સ-શોરૂમ)

Audi Q8 50 e-tron - રૂ. 1.13 કરોડ

Audi Q8 55 e-tron - રૂ. 1.26 કરોડ

Audi Q8 55 e-tron Sportback - રૂ. 1.18  કરોડ

Audi Q8 55 e-tron Sportback - રૂ. 1.30  કરોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp