3000 વર્ષ પછી ફરીથી જન્મી 'મમી' ટેક્નિક, ડેડ બોડી માટે લેવાશે ઉપયોગમાં
મેડિકલ સાયન્સે આજે ઘણી પ્રગતિ કરી લીધી છે. બજારમાં એવા ઘણા મશીનો આવી ગયા છે જે સારવાર દરમિયાન આપણને આશ્ચર્યચકિત કરે છે. મોટેથી મોટી સર્જરી અને બીમારીની સારવાર હવે સરળતાથી થઈ જાય છે, પરંતુ આજે પણ વૈજ્ઞાનિકો માણસને જીવંત કરવાની ટેકનિક નથી શોધી શક્યા. જોકે, ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ પ્રાચીન ઇજિપ્તની મમી ટેક્નોલોજી અપનાવતા તેમાં નવી ટેક્નોલોજીને જોડતા આ દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. કંપનીનું કહેવું છે કે, તેના એક સ્પેશિયલ બોક્સમાં બોડીને રાખવાથી તે ક્યારેય બગડશે નહીં અને તે તેવીને તેવી સ્થિતિમાં રહેશે. ભવિષ્યમાં જ્યારે આવી કોઈ ટેકનિક આવે છે કે જેનાથી કોઈ મનુષ્ય જીવિત થઈ શકે છે, તો આ બોક્સમાંથી મૃત શરીરને બહાર કાઢીને તેને જીવિત કરી શકાય છે. અહીં તમને જણાવી દઈએ કે પ્રાચીન ઇજિપ્તમાં લોકો પુનર્જન્મમાં વિશ્વાસ રાખતા હતા અને તેઓ માનતા હતા કે મૃત વ્યક્તિના શરીરને સાચવીને રાખવું જોઈએ. જેથી આગળના જન્મમાં તેમને તે શરીર મળી શકે. આ જ કારણોસર, પ્રાચીનકાળમાં લોકોએ મમી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે આજના સમયમાં કંપનીની આ ટેક્નોલોજી પણ થોડી મમી જેવી જ છે.
200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવશે મૃતદેહ
એક રિપોર્ટ મુજબ, આ જાદુ ઓસ્ટ્રેલિયાની સધર્ન ક્રાયોનિક્સ કંપનીએ કર્યો છે. આ કંપનીની મુખ્ય ઓફિસ સિડનીમાં છે. સધર્ન ક્રાયોનિક્સનું કહેવું છે કે, તેણે હોલબ્રુકમાં એક એવી ટેક્નોલોજી વિકસાવી છે, જેમાં મૃત મનુષ્યના દેહને -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એક બોક્સમાં રાખવામાં આવશે. જેમાં તે એ જ સ્થિતિમાં રહેશે, જેમાં તેને રાખવામાં આવ્યો હતો. કંપનીનો દાવો છે કે, જો ભવિષ્યમાં મનુષ્યને જીવંત કરવા માટેની કોઈ ટેક્નોલોજી આવે છે તો લાશને બોક્સમાંથી બહાર કાઢીને તેને નવું જીવન આપવામાં આવશે.
1 કરોડ રૂપિયા હશે ફી
કંપનીનું માનવામાં આવે તો, તે આ સુવિધા માટે ગ્રાહકો પાસેથી 1 કરોડથી વધુ ચાર્જની વસૂલાત કરશે. આ ટેકનિક વિશે વાત કરીએ તો, કંપની મનુષ્યના મૃતદેહને લિક્વિડ નાઇટ્રોજનમાં -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટીલની ચેમ્બરમાં ઊંધું કરીને રાખશે. મૃતદેહને ઊંધું રાખવાનું કારણ એ છે કે જો ચેમ્બર લીક થઇ જાય છે તો પણ મગજ બચ્યું રહે.
હમણાં 40 મૃતદેહો રાખવાની ક્ષમતા
કંપનીનું કહેવું છે કે તેમની પાસે હાલમાં આવા 40 બોક્સ છે, એટલે કે તેઓ 40 મૃતદેહોને રાખી શકે છે. જો કે, મેનેજમેન્ટનું કહેવું છે કે, ટૂંક સમયમાં જ અમે તેની સંખ્યા વધારીશું અને એક એવું વેરહાઉસ બનાવીશું જ્યાં આ રીતે 600 મૃતદેહોને આ રીતે રાખવાની વ્યવસ્થા હોય. જણાવવામાં આવ્યું છે કે, કંપનીના આ પ્રોજેક્ટને વિજ્ઞાનમાં ક્રાયોનિક્સ નામથી ઓળખવામાં આવે છે. આમાં જો મૃતદેહને આમાં વહેલુ જમાવી દેવામાં આવે તો તેને મૃત્યુમાંથી પલટાવી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp