ધ્યાન રાખો, મોબાઈલથી પત્ની-પ્રેમિકાના કોલ રેકોર્ડ કર્યા તો થશે જેલ,જાણો નવો નિયમ

PC: apnnews.in

મોબાઈલ કોલ રેકોર્ડિંગને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે, પતિ કે બોયફ્રેન્ડ તેની પત્ની કે ગર્લફ્રેન્ડના કોલ રેકોર્ડ કરી શકતા નથી. આ ઉપરાંત કોલ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવાનો પણ ઈન્કાર કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડ ફીચર પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. આમ કરવું એ ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન છે.

જે લોકો મોબાઈલ ફોનથી કોલ રેકોર્ડ કરી રહ્યા છે તેઓએ સાવચેત થઇ જવું જરૂરી છે. ખાસ કરીને જો તમે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડના કોલ રેકોર્ડ કરો છો, તો તમારે જેલમાં પણ જવું પડી શકે છે. હા, આ મામલે હાઈકોર્ટનો એક નિર્ણય આવ્યો છે, જેમાં કોલ રેકોર્ડિંગને પ્રાઈવસીનું એટલે કે અંગત બાબતોના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે.

છત્તીસગઢ હાઈકોર્ટે મોબાઈલ કોલ રેકોર્ડિંગને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમજ IT એક્ટની કલમ 72 હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે બોયફ્રેન્ડ કે પતિ તેની ગર્લફ્રેન્ડ કે પત્નીના કોલ રેકોર્ડ કરી શકતા નથી. આ બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કોલ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવાનો પણ ઈન્કાર કરવામાં આવ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ કોલ રેકોર્ડિંગના મામલામાં ગોપનીયતાના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે.

IT એક્ટ-2000ની કલમ 72 હેઠળ, કોઈપણ વ્યક્તિ પરવાનગી વિના ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર કોઈપણ વ્યક્તિગત વાતચીત રેકોર્ડ કરી શકતી નથી. સાથે જ તેને સાર્વજનિક પણ કરી શકતા નથી. આમ કરવું એ ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડ ફીચર પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. આ માટે થર્ડ પાર્ટી એપની જરૂર છે. જ્યારે iOS સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડ ફીચર ઉપલબ્ધ નથી, જોકે વોઈસ મોમોનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે કોઈની સાથે વાતચીત રેકોર્ડ કરી શકો છો, પરંતુ કોલ રેકોર્ડનો વિકલ્પ ઉપલબ્ધ નથી.

મામલો એવો છે કે, ભરણપોષણ સંબંધિત કેસમાં એક પક્ષકારે ફેમિલી કોર્ટમાં પુરાવા તરીકે ફોન કોલ રેકોર્ડિંગ રજૂ કર્યું હતું. પુરાવા સ્વીકારવામાં આવ્યા હતા અને તેના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજા પક્ષે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે પરવાનગી વિના ટેલિફોન વાતચીતનું રેકોર્ડિંગ ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp