10 લાખથી સસ્તી આ 10 SUV પર લોકો છે ફીદા, જાણો કઇ કઇ છે તે ?

જે લોકો પોતાના માટે 10 લાખ રૂપિયા સુધીમાં સારા લુક અને ફીચર્સની સાથે સાથે ધાંસૂ માઈલેજવાળી SUV ખરીદવા માગે છે, તેમના માટે આ લેખ વાંચવા જેવો છે. આ લોકો માટે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, હ્યૂંડૈ, કિઆ મોટર્સ, નિસાન જેવી કંપનીઓએ સબ 4 મીટર કોમ્પેક્ટ SUVના સારા વિકલ્પો રજૂ કર્યા છે.
હ્યૂંડૈ મોટર્સે હાલમાં જ ભારતમાં પોતાની સૌથી નાની SUV એક્સટર લોન્ચ કરી છે. જેની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કાર ટાટા મોટર્સની ટાટા પંચની ટક્કર આપશે. ભારતની ટોપ સેલિંગ કોમ્પેક્ટ SUV ટાટા નેક્સોનની સાથે જ 10 સારી SUV વિશે જાણો. જે 10 લાખ રૂપિયાથી સસ્તી છે.
Hyundai Exter
સાઉથ કોરિયન કંપનીની આ કારની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થઇ 10.10 લાખ સુધી જાય છે.
Tata Nexon
દેશમાં સૌથી વધારે વેચાનારી ટાટા મોટર્સની આ કારની એક્સ શોરૂમ કિંમત 7.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Hyundai Venue
વધુ એક સાઉથ કોરિયન કંપની હ્યૂંડૈની આ પોપ્યુલર સબ 4 મીટર કોમ્પેક્ટ SUV 7.77 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Kia Sonet
કિઆ મોટર્સે ભારતમાં તેના પદાપર્ણની શરૂઆત આ કારની સાથે કરી હતી. કિઆ સોનેટની એક્સ શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Tata Punch
માઈક્રો SUV ટાટા પંચની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થઇ 9.52 લાખ રૂપિયા સુધી જાય છે.
Maruti Suzuki Fronx
મારુતિ સુઝુકીની સૌથી નાની SUV ફ્રોન્ક્સની એક્સ શોરૂમ કિંમત 7.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Mahindra XUV300
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આ પોપ્યુલર સબ 4 મીટર કોમ્પેક્ટ SUVની એક્સ શોરૂમ કિંમત 8.41 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Nissan Magnite
જાપાનની આ કંપનીની નિસાન મેગ્નાઇટની એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થઇ 11.02 લાખ રૂપિયા સુધી જાય છે.
Mahindra Bolero
મહિન્દ્રાની આ સૌથી વધુ વેચાતી SUV છે. મહિન્દ્રા બોલેરોની એક્સ શોરૂમ કિંમત 9.78 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
છેલ્લા ઘણાં સમયથી ભારતીય બજારમાં SUVનું માર્કેટ ફેલાયું છે. તેમાં પણ ખાસ કરીને કોમ્પેક્ટ SUV ભારતમાં પોપ્યુલર બની રહી છે. આવનારા સમયમાં કંપનીઓ ઘણી બજેટલક્ષી કારો ભારતમાં લાવવાનો પ્લાન કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp