2023ની આ 5 તારીખો પર થશે મોટી ઘટનાઓ, ભવિષ્યથી આવેલા વ્યક્તિનો દાવો
એક રહસ્યમય સોશિયલ મીડિયા યુઝરનો દાવો છે કે, વર્ષના આખરમાં મંગળ ગ્રહ પર માણસના હાડકા મળશે. આ વ્યક્તિ પોતાની જાતને એક ટાઇમ ટ્રાવેલર ગણાવી રહ્યો છે. તેનું કહેવું છે કે, તે વર્ષ 2858થી આવ્યો છે. ડેલી સ્ટારના એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિનું યુઝરનેમ ડાર્કનેસ ટાઇમ ટ્રાવેલ છે. તે ટિકટોક પર આ પ્રકારના વીડિયો પોસ્ટ કરે છે. તે એલિયન્સથી લઇને અંતરિક્ષ સાથે જોડાયેલા તમામ વિષયો પર, ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે કહે છે. ટાઇમ ટ્રાવેલર હોવાનો દાવો કરનારા વ્યક્તિનો એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
તેમાં કહેવાયું છે કે, લાલ ગ્રહ એટલે કે, મંગળ ગ્રહ પર માણસોના અવશેષ મળવાની સંભાવના છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ધ્યાન આપો, હું 2858થી આવેલો એક ખરો ટાઇમ ટ્રાવેલર છું, 2023માં આવનારી આ 5 તારીખો યાદ રાખી લો. 28મી ફેબ્રુઆરીના રોજ દરેક જણને એક સપનું આવશે, જેમાં દુશ્મન એલિયનોની પ્રજાતિ પૃથ્વી પર કબજો કરી લે છે. 30મી માર્ચના રોજ એક વિમાન વોર્મહોલ દ્વારા અદૃશ્ય થઇ જશે, એ વિમાનના યાત્રિઓ માટે તે માત્રને માત્ર 6 સેકન્ડનો જ સમય હશે, જ્યારે, આપણા માટે તે 6 વર્ષ જેટલો સમય હશે.
તેણે આગળ લખ્યું કે, 4થી મેના રોજ માણસોના હાડકા મંગળ ગ્રહ પર મળશે, જેનાથી દરેકને વિશ્વાસ આવશે કે, આપણે પણ મંગળ ગ્રહના રહેવાસી છીએ. 2જી જુલાઇના રોજ 6 માણસોને સૂર્યની વધારે ઉર્જાથી સુપર પાવર મળશે. 19મી ઓગસ્ટના રોજ સરકારની ટોપ સીક્રેટ યોજનાઓ પર કામ કરનારા વૈજ્ઞાનિકો પેરેલલ યુનિવર્સનું એક પોર્ટલ ખોલશે. આ વીડિયો ટિકટોક પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. તેને લઇને લોકોના મિક્સ્ડ રીએક્શન કોમ્નેટ બોક્સમાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આપણે વાસ્તવમાં ન જાણી શકીશું, આ બધી ઘટનાઓને છુપાવી દેવામાં આવશે. એક અન્ય યુઝરે લખ્યું છે કે, ગયા વર્ષની કોઇપણ ભવિષ્યવાણી ખરેખર હજુ સુધી પણ સત્ય સાબિત નથી થઇ, હું હજુ પણ એ બધી ઘટનાઓની રાહ જોઇ રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp