
ChatGTPને ટક્કર આપવા માટે ગૂગલે પોતાના AI બેઝ્ડ ચેટબોટ Bard લોન્ચ કર્યું છે. ગૂગલનું આ ચેટબોટ LaMDA પર બેઝ્ડ છે, જેના પર કંપની લાંબા સમયથી કામ કરી રહી છે. એમ લાગે છે કે Bardનું લોન્ચિંગ કંપનીએ ઉતાવળમાં કરી છે અને તેનું પરિણામ કંપનીને ઉઠાવવું પડ્યું છે. બુધવારે 8 ફેબ્રુઆરીના રોજ ગૂગલની પેરેન્ટ કંપની Alphabetના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડાનું કારણ Bard કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ ગૂગલની પેરેન્ટ કંપનીને Bardના લોન્ચિંગ બાદ 100 અબજ ડૉલર (લગભગ 8,250 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે.
કંપનીની માર્કેટ વેલ્યૂ 100 અબજ ડૉલર ઓછી થઇ ગઇ છે. તેનું કારણ ગૂગલના પ્રમોશનલ વીડિયોમાં આપવામાં આવ્યું છે. બુધવારે અમેરિકન બજારમાં ‘Alphabet’ના શેર 9 ટકા નીચે આવી ગયા. રોયટર્સે પ્રમોશનલ વીડિયોમાં ગરબડી શોધી હતી, ત્યારબાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો આવ્યો. આ અઠવાડિયે ગૂગલે પોતાનું AI ચેટબોટ Bard લોન્ચ કર્યું છે. તેના પ્રમોશનલ વીડિયોમાં Bardને એક સવાલ કરવામાં આવ્યો હતો, સવાલ હતો 9 વર્ષના બાળકને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)ની નવી ડિસ્કવરી બાબતે શું બતાવવું જોઇએ. તેના જવાબમાં AI Bard કહે છે કે JWSTનો ઉપયોગ મિલ્કી વે બહારના ગ્રહોની ફોટો લેવામાં કરવામાં આવે છે. આ Bardનો જવાબ ખોટો છે.
Bard is an experimental conversational AI service, powered by LaMDA. Built using our large language models and drawing on information from the web, it’s a launchpad for curiosity and can help simplify complex topics → https://t.co/fSp531xKy3 pic.twitter.com/JecHXVmt8l
— Google (@Google) February 6, 2023
શું કહે છે JWST?
ઉલ્લેખનીય છે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ બ્રહ્માંડના ભૂતકાળની તપાસ માટે કરવામાં આવે છે. તેના કામને 4 ભાગમાં વહેચવામાં આવે છે અને તેને હબલ ટેલિસ્કોપ સક્સેસર પણ કહેવામાં આવે છે.
શું માઇક્રોસોફ્ટે હાંસલ કરી લીધી લીડ?
ગૂગલે માઇક્રોસોફ્ટ અને ઓપન AIના ChetGPTને ટક્કર આપવા માટે Bardની જાહેરાત તો કરી દીધી, પરંતુ તેની બાબતે વધુ જાણકારી આપી નથી. ગૂગલ પોતાના ચેટબોટને ક્યારે અને કેવી રીતે કોર સિસ્ટ ઇન્ટીગ્રેટ કરશે, તેની બાબતે કંપનીએ કશું જ જણાવ્યું નથી. બુધવારે ગૂગલે તેનું પ્રોજેક્શન દેખાડ્યું, પરંતુ તેમાં વધારે ડિટેલ્સ નહોતી. તો માઇક્રોસોફ્ટ ChatGPTને ઇન્ટીગ્રેટ કરીને નવું બિંગ સર્ચ એન્જિન લોન્ચ કરી દીધું છે. જો કે, તેના પર પણ અત્યારે વેટલિસ્ટ શૉ થઇ રહી છે. પરંતુ માઇક્રોસોફ્ટે સમય પર Open AI સાથે ડીલ કરીને ગૂગલને ટક્કર આપી દીધી છે.
આ ખેલમાં કંપની કેટલા સમય સુધી લીડ હાંસલ કરી શકે છે એ તો આગામી સમય જ બતાવશે, પરંતુ લાંબા સમય બાદ ગૂગલને પોતાના તાજ પર જોખમ અનુભવાઇ રહ્યું છે. ChatGPTને Open AIને ડેવલપ કર્યું છે. આ એક કન્વર્ઝેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ચેટબોટ છે. એટલે કે આ ચેટબોટ તમારા સવાલના જવાબ વાતચીત કરીને આપે છે. છેલ્લા કેટલાક સમયમાં ચેટબોટે ખૂબ પોપ્યુલારિટી હાંસલ કરી લીધી છે. તેને જોતા માઇક્રોસોફ્ટે Open AI સાથે હાથ મળાવી લીધો અને બંને સાથે આવી ગયા.
માઇક્રોસોફ્ટે Bingને ChetGPT સાથે લોન્ચ કરી દીધું છે તો બીજી તરફ Open AIએ ChatGPTને સબસ્ક્રિપ્શન બેઝ્ડ બનાવી દીધું છે. આમ યુઝર્સને તેનું ફ્રી વર્ઝન પણ મળી રહ્યું છે, પરંતુ તેમાં ઘણા પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. એવામાં યુઝર્સ આ સર્વિસને ફ્રી યુઝ કરવા માટે માઇક્રોસોફ્ટ બિંગ પર આવશે. આ પ્રકારે માઇક્રોસોફ્ટ ગૂગલને સર્ચ માર્કેટમાં ટક્કર આપી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp