BMWએ ભારતમાં i7 ઇલેક્ટ્રિક અને નવી 7 સીરિઝ લોન્ચ કરી, કિંમત જાણી લો

PC: bmw.in

BMWએ ભારતમાં BMW i7 ઇલેક્ટ્રિક કારની સાથે સાથે પોતાની ફ્લેગશિપ 7 સીરિઝને પણ લોન્ચ કરી દીધી છે. નવી BMW 740i સ્પોર્ટની કિંમત 1.7 કરોડ રૂપિયા છે. જ્યારે, BMW i7ની કિંમત 1.95 કરોડ રૂપિયા એક્સ શોરૂમ રાખવામાં આવી છે.

નવી 7 સીરિઝ એકદમ અલગ અને એક અલગ એક્સટીરિયર ડિઝાઇન સાથે ઇન્ટીરિયરમાં ઘણા બધા ફીચર્સ સાથે આવે છે, જેમ કે, એક ફ્લેગશિપ BMW જેવી કંપની તરફથી અપેક્ષા કરવામાં આવે છે. ઇન્ટીરિયરમાં ટચ એનેબલ્ડ બાર અને ક્રિસ્ટલ જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ ફ્રીસ્ટેન્ડિંગ BMW કર્વ્ડ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.

BMW 7 સીરિઝની લંબાઇ 5391 મીલીમીટર છે, જે પહેલા કરતા 131 મીલીમીટર વધારે છે. જ્યારે, BMW i7ના દરવાજાના હેન્ડલ પર વન ટચની સાથે એક ઓટોમેટિક દરવાજાને ખોલવા અને બંધ કરવાનું ફીચર પણ મળે છે.

તેમાં નવા સ્લિમ DRL અને ક્રિસ્ટલ હેડલેમ્પ્સ પણ આપવામાં આવ્યા છે. BMWની સિગ્નેચર કિડની ગ્રિલ હોવાના કારણે તેનો લુક ઘણો આકર્ષક લાગે છે. કારની રિયર સીટ પર એન્ટરટેનમેન્ટ ફકંશન છે, જે કારને મોબાઇલ હોમ સિનેમામાં બદલવા માટે રૂફની નીચેની તરફ લાગેલી 8K રિઝોલ્યુશન વાળી 31.3 ઇંચ ટચસ્ક્રીન પણ આપવામાં આવી છે. સ્માર્ટફોન સ્ટાઇલના ટચસ્ક્રીન કંટ્રોલ પેનલ દ્વારા ડોર કંટ્રોલની સાથે એક પેનોરોમિક ગ્લાસ લાઉન્જ અને એમેઝોન ફાયર ટીવી પણ આપવામાં આવ્યું છે.

એક્ઝીક્યુટિવ લાઉન્જમાં ફ્રંટ પેસેન્જર સીટ પાછળની તરફ 42.5 ડિગ્રી સુધી નીચે આવી શકે છે, જેનાથી તેમાં ફર્સ્ટ ક્લાસ એર બસ જેવી યાત્રાનો અનુભવ થાય છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં ઓગમેન્ટેડ રિયાલિટી, એક હેડ્સઅપ ડિસ્પ્લે, રિયર વ્હીલ સ્ટિયરિંગ સહિત ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે.

7 સીરિઝમાં 3.0 લીટરનું છ સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે અને BMW i7માં 101.7 કિલો વોટ અવરનું બેટરી પેક મળે છે જે WLTP પ્રમાણિત 625 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. BMW i7 સ્ટાન્ડર્ડ વોલબોક્સ ચાર્જરની સાથે આવે છે. તેને ડ્યુઅલટોન પેન્ટના વિકલ્પ સાથે પણ આવે છે અને કેટલાક રંગોના વિકલ્પની સાથે સાથે ઇન્ટીરિયર પણ અલગ અલગ રંગો સાથે ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp