Boatએ રજૂ કરી બે નવી પ્રીમિયમ સ્માર્ટવોચ, જાણો તેની કિંમત અને ફીચર્સ
ભારતમાં સ્માર્ટવોચના વધતા માર્કેટમાં BoAt એ પોતાની સારી જગ્યા બનાવી લીધી છે. સમય-સમય પર કંપની પોતાની નવી સ્માર્ટવોચીસ લોન્ચ કરતી રહે છે. આ સિલસિલાને ચાલુ રાખતા કંપનીએ પ્રીમિયમ સ્માર્ટવોચના પોતાના પોર્ટફોલિયોને વધારતા બે નવી સ્માર્ટવોચ લોન્ચ કરી દીધી છે. BoAtએ લૂનર સીરિઝ અંતર્ગત બે નવા વેયરેબલ્સને રજૂ કર્યા છે. કંપનીનો દાવો છે કે, લૂનર કનેક્ટ પ્રો અને લૂનર કોલ પ્રો પહેલા વેયરેબલ્સ છે, જે વોચ ફેસ સ્ટૂડિયો અને સેન્સએઆઈ દ્વારા સંચાલિત છે. આ નવી સ્માર્ટવોચમાં ગોળ અલોય ડાયલ છે અને તે AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. લૂનર સીરિઝની લેટેસ્ટ સ્માર્ટવોચ મેટાલિક લિંક સ્ટ્રેપની સાથે પણ આવે છે.
Boat Lunar Connect Proની કિંમત 10999 રૂપિયા છે અને તે ચાર અલગ-અલગ કલર વેરિયન્ટ- મેટાલિક બ્લેક, એક્ટિવ બ્લેક, ઇંક બ્લૂ અને ચેરી બ્લોસમમાં ઉપલબ્ધ છે. તેમજ, Lunar Call Pro 6990 રૂપિયાની કિંમત સાથે આવે છે અને તે ચાર કલર ઓપ્શન- મેટાલિક બ્લેક, ચારકોલ બ્લેક, ડીપ બ્લૂ અને ચેરી બ્લોસમ વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. જો તમે તેને ખરીદવા માંગતા હો તો Boat Lunar Series સ્માર્ટવોચ હાલ માત્ર Boatના ઓનલાઇન સ્ટોર પર સીમિત સમય માટે માત્ર 3499 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ છે. કંપની આ સ્માર્ટવોચ પર 1 વર્ષની વોરંટી પણ આપી રહી છે.
Boat Lunar Connect Pro અને Call Proમાં એક મેટાલિક સ્ટેપ અને ગોળાકાર એલ્યૂમીનિયમ ડાયલ છે. બંને સ્માર્ટવોચમાં 1.39 ઇંચની AMOLED સ્ક્રીન છે, જે ઓલવેઝ ઓન ડિસ્પ્લે (AoD) ફીચરને સપોર્ટ કરે છે. આ નવી સ્માર્ટવોચ એબિયન્ટ લાઇટ સેન્સરની સાથે પણ આવે છે, જે પર્યાવરણના આધાર પર બ્રાઇટનેસને એડજસ્ટ કરે છે. આ સ્માર્ટવોચમાં તમને ઘણા ફેસ ઓપ્શન મળે છે, જે બોટ ક્રેસ્ટ એપ બદલી શકાય છે.
લેટેસ્ટ સ્માર્ટવોચમાં SensAiની સાથે Apollo3 ચિપસેટ મળે છે, જે Boat ને વેરેબલ પર StanceBeam રજૂ કરનારી બ્રાન્ડ બનાવે છે. આ વોચ બિલ્ટ-ઇન એચડી માઇક અને સ્પીકર કોમ્બોની સાથે આવે છે, જે આ ડિવાઇઝ પર બ્લૂટૂથ કોલિંગને સક્ષમ બનાવે છે.
બંને જ સ્માર્ટવોચ 20 કોન્ટેક્ટ્સ પણ સેવ કરે છે અને અલગ-અલગ એક્ટિવિટી માટે 700+ એક્ટિવ મોડને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટવોચ બ્લૂટૂથ v5.0 ને સપોર્ટ કરે છે અને એકવાર ચાર્જ કરવા પર 15 દિવસની બેટરી લાઇફ આપવાનો દાવો કરે છે. સ્માર્ટવોચ ચાર્જિંગ અને એડવાન્સ પાવર સેવિંગ મોડ્સને પણ સપોર્ટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp